દાહોદ .એહવાલ માધવ મકવાણા લીમખેડા

લીમખેડાના પ્રતાપપુરામાં સસ્તા અનાજની દુકાનદારની ખુલ્લેઆમ દાદાગીરી અને લૂંટ.
ગરીબોના પેટ પર પાટુ: કૂપન કરતાં ઓછું અનાજ આપીને આચરાયું મોટું કૌભાંડ.
બિલ વગર ઉઘરાણી: તેલ, દાળ અને ચણાના પૈસા લીધા પણ નથી આપતી કોઈ પહોંચ કે રસીદ.
અસ્પષ્ટ લખાણ: રેશનકાર્ડમાં એવા છેટાંતરા અક્ષરે લખાણ લખાયું કે ગ્રાહકોને કંઈ સમજ પડતી જ નથી!
“નમસ્કાર દર્શક મિત્રો, સરકારી યોજનાઓ ગરીબો સુધી પહોંચાડવાના મોટા-મોટા દાવાઓ વચ્ચે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામથી એક ચોંકાવનારો કૌભાંડનો કિસ્સો સામે આવ્યો છે. ‘પંડિત દીન દયાલ ગ્રાહક ભંડાર’ નામની સસ્તા અનાજની દુકાનમાં ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકોના હક પર તરાપ મારવામાં આવી રહી છે.
રેશનકાર્ડમાં પણ એવું લખાણ લખવામાં આવે છે જે કોઈ વાંચી જ ન શકે! જુઓ અમારો આ ખાસ રિપોર્ટ…”
દાહોદના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે આવેલી વ્યાજબી ભાવની અનાજની દુકાનમાં વ્યાપક ગેરરીતિની ફરિયાદો ઊભી થઈ છે. પ્રિન્ટેડ કૂપનમાં દર્શાવેલ જથ્થા કરતાં ઓછું અનાજ આપીને દુકાનદાર ગરીબોનું અનાજ ચાઉં કરી રહ્યો છે.
રેશનકાર્ડમાં દર્શાવેલી વિગતોમાં એવા ચેક-ચાક અને અસ્પષ્ટ અક્ષરો લખવામાં આવે છે કે સામાન્ય ગ્રામજનોને કંઈ સમજ જ પડતી નથી.
એટલું જ નહીં, રેશનકાર્ડ ધારકો પાસેથી ચણા, તુવેર દાળ અને સીંગતેલના અલગથી ૧૯૦ રૂપિયા સુધીના નાણાં વસૂલવામાં આવે છે, પરંતુ તેનું કોઈ કાયદેસરનું બિલ કે રસીદ આપવામાં આવતી નથી!
એન એફ એસ રેશનકાર્ડ ધારકોને ખાંડ આપવામાં આવે છે પરંતુ દુકાનદાર દ્વારા ખાંડ પણ આપવામાં આવી નથી સાથોસાથ, દૂર દૂરથી રેલવે લાઈન અને ધોરીમાર્ગ ઓળંગીને આવતા ગરીબ ગ્રામજનોને વારંવાર ધક્કા ખવડાવી કલાકો સુધી રઝળાવવામાં આવે છે.
સ્થાનિક મહિલા/રેશનકાર્ડ ધારક:
ધનીબેન ડાયાભાઈ વણકર
“અમે રેલવે લાઈન ઓળંગીને અનાજ લેવા આવીએ છીએ. અંકુઠો પાડવા માટે વારંવાર ધક્કા ખવડાવે છે અને અનાજ પૂરતું આપતા નથી. પૈસા પૂરા લે છે પણ બિલ આપતા નથી.”
?
આ ગંભીર કૌભાંડ અંગે લીમખેડાના મામલતદાર અનિલ વસાવા સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, “આ બાબતે ત્વરિત અને તટસ્થ તપાસ કરાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”
“હવે જોવાનું એ રહેશે કે ગરીબોના મોંમાંથી રોટલો છીનવી લેતા આવા ભ્રષ્ટ દુકાનદારો સામે પુરવઠા વિભાગ કડકમાં કડક પગલાં ભરીને લાયસન્સ રદ કરશે કે પછી તપાસના નામે કાગળ પર જ ઘોડા દોડાવશે!









