જૂનાગઢ જેલમાંથી પેરોલ જમ્પ કરી ફરાર પાકા કામના કેદીને માંગરોળ બંદરેથી ઝડપી લેતી રેન્જ પોલીસ

જૂનાગઢ જેલમાંથી પેરોલ જમ્પ કરી ફરાર પાકા કામના કેદીને માંગરોળ બંદરેથી ઝડપી લેતી જુનાગઢ રેન્જ પોલીસ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાજ્યભરમાં ગંભીર ગુના આચરી નાસતા ફરતા તેમજ પેરોલ જમ્પ થયેલા આરોપીઓને ઝડપી પાડવા જુનાગઢ રેન્જ પોલીસ દ્વારા હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત, જૂનાગઢ જિલ્લા જેલમાંથી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા પાકા કામના કેદીને માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.
ઉના ફેમિલી કોર્ટ દ્વારા બી.એન.એસ.એસ. કલમ ૧૪૪(૩) હેઠળના કેસમાં ઉના તાલુકાના ખાણ ગામના રમેશ ભાણાભાઈ વાઘેલા (ઉંમર વર્ષ ૪૨) ને તા. ૦૧/૧૧/૨૦૨૫ ના રોજ ૬૬૦ દિવસની સજા ફટકારવામાં આવી હતી. આ શખ્સ જૂનાગઢ જિલ્લા જેલ ખાતે પાકા કેદી નંબર-૪૩૫૪૬ તરીકે સજા ભોગવી રહ્યો હતો. દરમિયાન ગુજરાત હાઇકોર્ટ દ્વારા આરોપીને તા. ૨૨/૦૭/૨૦૨૬ થી ૩૦/૦૭/૨૦૨૬ સુધીની પેરોલ રજા મંજૂર કરવામાં આવી હતી. જોકે, પેરોલની મુદત પૂર્ણ થવા છતાં આરોપી જેલમાં હાજર ન થઈ ફરાર થઈ ગયો હતો.
આ પેરોલ જમ્પ આરોપીને પકડવા જુનાગઢ રેન્જ પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. રાણા અને પો.સ.ઇ. આર.જી. ચુડાસમાની ટીમે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી માંગરોળની જૂની ગોદી નજીક પુનમ ફ્રેશ ફિશ ડંગા પાસે હોવાનું જાણવા મળ્યું હતું. જેથી રેન્જ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી વ્યુહાત્મક રીતે ઘેરાબંધી કરી આરોપી રમેશ ભાણાભાઈ વાઘેલાને દબોચી લીધો અને આગળની કાયદેસરની કાર્યવાહી અને જેલ હવાલે કરવાની તજવીજ અર્થે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો