KUCHH:મહેસાણા ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની સેપક ટકરાવ ટુર્નામેન્ટમાં આધોઈ શાળાના વિદ્યાર્થીઓએ ગૌરવ વધાર્યું

KUCHH:મહેસાણા ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની સેપક ટકરાવ ટુર્નામેન્ટમાં આધોઈ શાળાના વિદ્યાર્થીઓએ ગૌરવ વધાર્યું

​આધોઈ (કચ્છ) :ગુજરાત રાજ્ય કક્ષાએ તા. ૧૩ થી ૧૮ ઓક્ટોબર દરમિયાન પાંચોટ (મહેસાણા) સ્થિત રમતગમત સંકુલ ખાતે આયોજિત SGFI રાજ્યકક્ષાની સેપક ટકરાવ સ્પર્ધામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, આધોઈના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની અદભુત રમત અને ખેલદિલીથી શાળા તેમજ સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે.

​રાજ્યકક્ષાના પ્રતિષ્ઠિત મંચ પર સરકારી શાળાના ખેલાડીઓએ પોતાના ઉત્કૃષ્ટ કૌશલ્ય, સંઘભાવના અને શિસ્તબદ્ધ પ્રદર્શન થકી ઉપસ્થિત સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. વિદ્યાર્થીઓએ સાબિત કરી બતાવ્યું કે જો યોગ્ય માર્ગદર્શન, નિયમિત પરિશ્રમ અને મક્કમ નિર્ધાર હોય તો સરકારી શાળાના બાળકો પણ રાજ્ય સ્તરે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી શકે છે.

​વિદ્યાર્થીઓની આ ઉપલબ્ધિ પાછળ શાળાના વ્યાયામ શિક્ષક અને કોચ શૈલેષ સરની સતત મહેનત અને સચોટ તાલીમ નિર્ણાયક સાબિત થઈ છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓમાં રમતની ટેકનિક સાથે આત્મવિશ્વાસ અને ટીમ સ્પીરીટ જેવા ગુણો ખીલ્યા છે.

​શાળાના આચાર્યશ્રી વસ્તાભાઈએ સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ કરનાર તમામ વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષક શૈલેષ સરને હાર્દિક અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ રમતગમત ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.​વિદ્યાર્થીઓના આ ઉમદા પ્રદર્શન બદલ સમગ્ર ગ્રામજનો અને શાળા પરિવારે તમામ ખેલાડીઓને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો