ડાંગ જિલ્લાનાં પીપલપાડા ગામેથી રૂ.૬૫ હજારથી વધુનો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો..

ડાંગ જિલ્લાનાં આહવા પોલીસની કાર્યવાહી, દારૂનો જથ્થો પૂરો પાડનાર એક આરોપી વોન્ટેડ..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષક કે. આર. ડિમરી દ્વારા આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આહવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.આ સૂચનાઓના અનુસંધાને આહવા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર કે. બી. સાંખલા તથા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર કે. જે. નિરંજનના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સાથેના અ.હે.કો. શક્તિસિંહ સરવૈયાને મળેલી ખાનગી બાતમીના આધારે પીપલપાડા ગામમાં ગમજભાઈ જાનુભાઈ પવારના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.આહવા પોલીસે સ્થળ પરથી રોયલ બ્લુ બ્રાન્ડની 180 એમ.એલ.ની કુલ 656 બોટલ, જેની કિંમત રૂ. 65,600 થાય છે, તે જથ્થો કબજે કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ગમજભાઈ પવારને ઝડપી પાડવામાં આવ્યો હતો.આ દારૂનો જથ્થો પૂરો પાડનાર પરેશભાઈ સુભાષભાઈ ગવળી, રહે. ભીસ્યા, તા. આહવા, જી. ડાંગને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આમ, દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આહવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે..

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો