મણિપુર: મૈતેઈ યુવાનોની હત્યાના વિરોધમાં ખીણ વિસ્તારના પાંચ જિલ્લાઓમાં બજારો બંધ

મણિપુર: ઉગ્રવાદીઓ દ્વારા મૈતેઈ સમુદાયના ત્રણ સભ્યોની હત્યાના વિરોધમાં જાહેર કરાયેલા ૪૮ કલાકના બંધને કારણે મંગળવારે ખીણ વિસ્તારના પાંચ જિલ્લાઓમાં જનજીવન ખોરવાઈ ગયું હતું. ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, બિષ્ણુપુર, થૌબલ અને કાકચિંગમાં બજારો, શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યાપારી એકમો બંધ રહ્યા હતા. જાહેર પરિવહન સેવાઓ પણ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી, જોકે રસ્તાઓ પર કેટલાક ખાનગી વાહનો જોવા મળ્યા હતા.

સોમવારે સવારે, ઇમ્ફાલ પૂર્વ અને કાંગપોકપી જિલ્લાની સરહદ નજીક સુનરોક પાસેના જંગલ વિસ્તારમાં લાકડાં એકઠા કરી રહેલા મૈતેઈ સમુદાયના ૧૪ લોકોના જૂથ પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા, ત્રણ અન્ય લોકો ઘાયલ થયા અને ત્રણ વ્યક્તિઓ ગુમ હોવાના અહેવાલ છે.

‘નેટિવ પીપલ્સ કમિટી મણિપુર’ના સભ્યોએ ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કર્યું અને રસ્તાઓ રોકી દીધા હતા. આ સંગઠને મંગળવાર અને બુધવારે બંધનું એલાન આપ્યું છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સાવચેતીના પગલા તરીકે રાજ્યની રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.

મણિપુરમાં મે ૨૦૨૩માં શરૂ થયેલા વંશીય સંઘર્ષમાં—જે ખીણ વિસ્તારમાં વસતા મૈતેઈ સમુદાય અને પહાડી વિસ્તારોમાં રહેતા કુકી સમુદાય વચ્ચે છે—૩૦૬ લોકોના મોત થયા છે, જ્યારે ૪૯ લોકો હજુ પણ ગુમ છે અને હજારો લોકો બેઘર થઈ ગયા છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો