MORBI:મોરબી વોર્ડ નં. ૩ની ગરબીઓમાં ૧૦૦૦થી વધુ બાળાઓને લાણી વિતરણ: કોર્પોરેટર ભુપતભાઈ જારીયા અને જીજ્ઞેશભાઈ કૈલાની પ્રેરણાદાયી પહેલ

MORBI:મોરબી વોર્ડ નં. ૩ની ગરબીઓમાં ૧૦૦૦થી વધુ બાળાઓને લાણી વિતરણ: કોર્પોરેટર ભુપતભાઈ જારીયા અને જીજ્ઞેશભાઈ કૈલાની પ્રેરણાદાયી પહેલ

મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. ૩માં નવરાત્રી મહોત્સવ અંતર્ગત જનસેવા અને સામાજિક સમરસતાની ભાવનાને ઉજાગર કરતી અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી. વોર્ડ નં. ૩ના લોકપ્રિય કોર્પોરેટર શ્રી ભુપતભાઈ જારીયા તેમજ શ્રી જીજ્ઞેશભાઈ કૈલા દ્વારા વોર્ડની તમામ નવરાત્રી ગરબી મંડળીઓમાં ગરબે ઘૂમતી ૧૦૦૦થી વધુ બાળાઓ-દીકરીઓને પ્રોત્સાહક ભેટ (લાણી)નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સેવાકીય અભિયાન અંતર્ગત વોર્ડના વૃંદાવન પાર્ક, રામકૃષ્ણનગર, વિકાસ પાર્ક, ભાગ્યલક્ષ્મી સોસાયટી, રામકૃષ્ણ સ્કૂલ સામેનો વિસ્તાર તેમજ વર્ધમાન નગર સહિતના તમામ સોસાયટી વિસ્તારોની ગરબી મંડળીઓને આવરી લેવામાં આવી હતી.

‘સેવા પરમો ધર્મ’ના સૂત્રને સાર્થક કરતી આ પ્રવૃત્તિ દરમિયાન બાળાઓના ચહેરા પર અનોખી ખુશી જોવા મળી હતી. આ કાર્યક્રમ માત્ર ભેટ વિતરણ પૂરતો સીમિત ન રહેતાં સામાજિક એકતા, આત્મીયતા અને પરસ્પર સહયોગનો મજબૂત સંદેશ આપતો સાબિત થયો હતો. કોર્પોરેટરો દ્વારા સતત લોકસંપર્ક જાળવીને હાથ ધરાયેલી આ સરાહનીય પ્રવૃત્તિ સમગ્ર વોર્ડ નં. ૩ અને મોરબી પંથકમાં સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે, જેને સ્થાનિક રહીશો તેમજ મંડળના આગેવાનોએ બિરદાવી હતી.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો