TANKARA:ટંકારાના જીવાપર પાટીયા નજીકથી ઈકો કારમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપાયો ૨.૫૨ લાખનો મુદ્દામાલ જપ્ત, એક શખ્સની ધરપકડ

ટંકારા પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે જીવાપર ગામના પાટીયા નજીક વોચ ગોઠવી વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કાર સહિત કુલ રૂ. ૨.૫૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિગતો મુજબ, ટંકારા પોલીસ મથકનો સ્ટાફ રાત્રી પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમી મુજબ જીવાપર ગામના પાટીયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલી ગ્રે કલરની ઈકો કાર (રજી. નં. GJ-36-AF-4235) ને રોકી તલાશી લેવામાં આવી હતી. કારચાલક જયદિપભાઈ મનજીભાઈ બારૈયા (ઉં.વ. ૨૩, રહે. જીવાપર, તા. ટંકારા) ની પૂછપરછ અને કારની તપાસ કરતા અંદરથી પરપ્રાંતીય ઈંગ્લિશ દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે તપાસ દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો:વિદેશી દારૂના ચપલા: ૩૨૧ નંગ (કિંમત રૂ. ૪૬,૫૪૫)બિયરના ટીન: ૫૨ નંગ (કિંમત રૂ. ૫,૫૨૫)ઈકો કાર: ૧ નંગ (કિંમત રૂ. ૨,૦૦,૦૦૦)કુલ જપ્ત મુદ્દામાલ: રૂ. ૨,૫૨,૧૭૦ આ દારૂ-બિયરના જથ્થા અંગે આરોપી પાસે કોઈ માન્ય પાસ કે પરમિટ ન હોવાથી, ટંકારા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જયદિપભાઈ બારૈયાની ધરપકડ કરી છે અને આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તથા કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.













