તારીખ ૨૧/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત સુવર્ણ હોલ ગરબા ગ્રાઉન્ડ (હાઉસિંગ સોસાયટી) ખાતે સ્થાનિક વડીલ ભાઇઓ સાથે મહિલાઓએ પણ પરંપરાગત રીતે વિજયાદશમી (દશેરા) પર્વની ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
કાલોલ હાઉસિંગ સોસાયટીના યુવક મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ દરમિયાન દશેરાના પાવન અવસરે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગરબા ચોકમાં સોસાયટીની બહેનોએ પરંપરાગત રીતે શસ્ત્રપૂજન કર્યું હતું.આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય સહિત સોસાયટીની મોટી સંખ્યામાં મહિલાઓએ ભેગા મળી માં અંબાના ગરબા સ્થાને શસ્ત્રોનું પૂજન-અર્ચન કર્યું હતું અને એકબીજાને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી.નારીશક્તિ દ્વારા કરવામાં આવેલા આ શસ્ત્રપૂજનએ દશેરાના પર્વની સાચી ભાવના એટલે કે અસત્ય પર સત્ય અને અનિષ્ટ પર શિષ્ટના વિજયના સંદેશને વધુ ઉજાગર કર્યો હતો. જ્યાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.










