શ્રી લેઉવા પટેલ સમાજ, કેશોદની મહિલા વિંગ દ્વારા દીકરીઓને પ્રોત્સાહન, નારી સન્માન, માતા-દીકરીના અતૂટ પ્રેમ, સાસુ-વહુની આત્મીયતા અને સમાજમાં એકતા સાથે પારિવારિક ભાવનાને મજબૂત બનાવવાના ઉમદા હેતુથી સતત ત્રીજા વર્ષે ભવ્ય ગરબા સ્પર્ધા–૨૦૨૬નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માત્ર ગરબા સ્પર્ધા પૂરતો મર્યાદિત ન રહેતાં, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવા સાથે નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાનો હતો. સ્પર્ધામાં ભાગ લેનાર નાની બાળાઓથી લઈને દીકરીઓ, યુવતીઓ અને મહિલાઓમાં અદભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને માતા-દીકરી અને સાસુ-વહુના વિશેષ રાઉન્ડ દરમિયાન પ્રેમ, લાગણી, આત્મીયતા અને પારિવારિક એકતાનાં હૃદયસ્પર્શી દૃશ્યો જોવા મળ્યાં હતાં. કાર્યક્રમમાં પરંપરાગત વેશભૂષા, રંગબેરંગી પોશાક અને ગરબાની મનમોહક રજૂઆત દ્વારા ગુજરાતી સંસ્કૃતિની સુંદર ઝલક જોવા મળી હતી. સ્પર્ધામાં વિજેતા બનેલાં સ્પર્ધકોને અંતે આકર્ષક અને મૂલ્યવાન ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રોત્સાહનથી સ્પર્ધકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ ભવ્ય આયોજનમાં નગરપાલિકાનાં પૂર્વ સદસ્ય અંકિતાબેન ગજેરા, પ્રભાબેન બુટાણી તથા શ્રી લેઉવા પટેલ સમાજ, કેશોદની સમગ્ર મહિલા વિંગે ઉત્સાહપૂર્વક જવાબદારી નિભાવી હતી. સૌના સહિયારા પ્રયાસો, આયોજનશક્તિ અને સમર્પણથી આ કાર્યક્રમ યાદગાર બન્યો હતો. ગરબા સ્પર્ધામાં જુનિયર અને સિનિયર વિભાગની વ્યક્તિગત સ્પર્ધામાં ગોંડલીયા નંદની, વણપરિયા જાનવી અને પટોડીયા આરતી પ્રથમ સ્થાને વિજેતા રહ્યાં હતાં. જ્યારે મમ્મી-દીકરીની સ્પર્ધામાં રાદડિયા ક્રિષ્નાબેન અને ધૂમિબેન વિજેતા બન્યાં હતાં. એ જ રીતે સાસુ-વહુની સ્પર્ધામાં શીતલબેન અને મધુબેન વણપરિયા વિજેતા બની પોતાની આગવી છાપ છોડી હતી. આ ઉપરાંત, પરિવારના ઉત્થાનમાં શ્રેષ્ઠ કામગીરી કરી રહેલી મહિલાઓને પણ વિશેષ સન્માન આપી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી. આ સન્માન દ્વારા મહિલાઓના યોગદાનને માન્યતા આપવાની સાથે અન્ય મહિલાઓને પણ પ્રેરણા મળે તેવો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમાજના પ્રમુખ મનસુખભાઈ ધીમેલીયા, નગર પાલિકાના પૂર્વ પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, પ્રવીણભાઈ ભાલારા, વિવેક કોટડીયા, ધીરુભાઈ વણપરીયા, સત્યમ બોરડ, અમિત પીપલિયા, સાગર બોરડ, અરવિંદભાઈ વણપરિયા,અભય સાવલીયા, ડૉ.નીલકંઠ સોજીત્રા, ગીરીશભાઈ ઠુંબર, મનોજ ગજેરા, કાંતિભાઈ બુટાણી, રવિ વણપરીયા, તેજસ કીકાણી, આવકાર હોસ્પિટલના ડોક્ટર ફેનીલ અને સ્ટાફ, મહિલા સહયોગીઓ કુસુમબેન વણપરીયા, જલ્પાબેન ડોબરીયા, શારદાબેન સાવલિયા, જાનવીબેન સાવલિયા, કૃપાબેન ઠુંબર, ક્રિષ્નાબેન કોટડીયા, કિંજલબેન વણપરીયા, શ્રેયાબેન કુંભાણી, મિતલબેન મકાણી, મિતલબેન ગોંડલીયા, મિતલબેન લાઠીયા, ઇલાબેન, જયશ્રીબેન સહિત વડાલ પાટીદાર સમાજની મહિલાઓ અને ખોડલધામ કન્વીનર બહેનો,સમાજના આગેવાનો, અને અન્ય સહયોગીઓએ પણ કાર્યક્રમની સફળતામાં યોગદાન આપ્યું હતું. આયોજકોએ તમામ મહાનુભાવો, દાતાઓ, સહયોગીઓ, સ્પર્ધકો અને ઉપસ્થિત સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આજના સમયમાં દીકરીઓ અને મહિલાઓને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે મંચ પૂરો પાડવો, તેમની ક્ષમતાને પ્રોત્સાહન આપવું અને પરિવારમાં પ્રેમ તથા સંવાદિતા જાળવવી ખૂબ જરૂરી છે. આ દિશામાં શ્રી લેઉવા પટેલ સમાજ, કેશોદની મહિલા વિંગ દ્વારા સતત ત્રીજા વર્ષે યોજાયેલો આ કાર્યક્રમ સમાજમાં મહિલા સશક્તિકરણ, સંસ્કૃતિનું જતન અને પારિવારિક એકતાનો સુંદર સંદેશ આપતો પ્રેરણાદાયી પ્રયાસ બની રહ્યો હતો. આ સફળ આયોજન માટે ઉપસ્થિત સૌએ અંકિતાબેન ગજેરા, પ્રભાબેન બુટાણી અને સમગ્ર મહિલા ટીમને બિરદાવ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન જીજ્ઞાબેન ચોવટીયાએ કર્યું હતું.
રિપોર્ટર : – અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ










