MORBI:મોરબી-રાજકોટ હાઈવે પર રખડતા આખલાએ લીધો વૃદ્ધનો ભોગ: બાઈક આખલા સાથે અથડાતાં શકત શનાળાના વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

MORBI:મોરબી-રાજકોટ હાઈવે પર રખડતા આખલાએ લીધો વૃદ્ધનો ભોગ: બાઈક આખલા સાથે અથડાતાં શકત શનાળાના વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

મોરબી-રાજકોટ હાઈવે પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે, જેમાં વધુ એક નિર્દોષ નાગરિકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. નોકરી પર જઈ રહેલા શકત શનાળા ગામના એક વૃદ્ધના બાઈક સામે અચાનક આખલો આવી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત અનુસાર, મોરબી તાલુકાના શકત શનાળા ગામે રહેતા જીતેન્દ્રભાઈ બાલુભાઈ મેરજાએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ, તેમના પિતા બાલુભાઈ ગોકળભાઈ મેરજા (ઉં.વ. ૬૮) એક સિક્યુરિટી એજન્સીમાં નોકરી કરતા હતા. ગત તારીખ ૧૮ના રોજ સવારે સવા સાતેક વાગ્યાના અરસામાં તેઓ પોતાના મોટરસાયકલ (નંબર GJ-03-DP-2023) પર સવાર થઈને નોકરી પર જવા નીકળ્યા હતા.

દરમિયાન મોરબી-રાજકોટ હાઈવે પર આવેલા ટોયોટા શો-રૂમ સામે પહોંચતા અચાનક એક આખલો રોડ પર આડો ઉતર્યો હતો. જેથી બાલુભાઈનું બાઈક આખલા સાથે ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં તેમને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું.

બનાવ અંગે પુત્રની ફરિયાદના આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માત અંગેની નોંધ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો