TANKARA ટંકારાના હરબટીયાળી ગામે વાડીમાં કામ કરતા ૨૨ વર્ષીય શ્રમિક યુવાનનું ઝેરી જનાવર કરડવાથી કરૂણ મો*ત

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામની સીમમાં ખેતમજૂરી કરતા એક ૨૨ વર્ષીય શ્રમિક યુવાનને કોઈ અગમ્ય ઝેરી જનાવર કરડી જતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આ બનાવથી શ્રમિક પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

બનાવની વિગત મુજબ, મૂળ દાહોદ પંથકના વતની અને હાલ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામની સીમમાં આવેલી વાડીમાં રહીને ખેતમજૂરી કરતા મુકેશભાઈ કુબભાઈ વાખડી (ઉં.વ. ૨૨) વાડીમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક કોઈ ઝેરી જનાવરે તેમને ડંખ મારતા તેઓ સ્થળ પર જ બેભાન થઈ ઢળી પડ્યા હતા.
ઘટના બાદ તેમને તાત્કાલિક ૧૦૮ મારફતે ગંભીર હાલતમાં સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
બનાવ અંગે સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા જાણ કરાતાં ટંકારા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.













