HALVAD:હળવદ-માળિયા હાઈવે પર નવા દેવળિયાના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત: આઈસર ટ્રકની ટક્કરે બાઈક સવાર આધેડનું મો*ત

HALVAD:હળવદ-માળિયા હાઈવે પર નવા દેવળિયાના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત: આઈસર ટ્રકની ટક્કરે બાઈક સવાર આધેડનું મો*ત

હળવદ-માળિયા હાઈવે પર નવા દેવળિયા ગામના પાટિયા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે અને બેફિકરાઈથી દોડતા આઈસર ટ્રકના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક સવાર આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને આઈસર ચાલક વાહન ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો.

મળતી વિગતો અનુસાર, હળવદ તાલુકાના જુના દેવળિયા ગામે રહેતા ગુમાનસિંહ ઉર્ફે મનુભા ભવાનસંગ પરમાર (ઉ.વ. ૪૭)એ આઈસર ટ્રક નંબર જીજે-૦૬-એઝેડ-૭૫૪૪ ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તારીખ ૧૯ના રોજ સાંજના આશરે સાડા છ વાગ્યાના સુમારે ફરિયાદીના કાકા બળવંતસિંહ જોરૂભા પરમાર પોતાનું મોટરસાયકલ (નંબર જીજે-૩૬-એડી-૯૪૦૪) લઈને હળવદ-માળિયા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન નવા દેવળિયા ગામના પાટિયા નજીક પહોંચતા જ સામેથી પુરઝડપે આવેલા આઈસર ટ્રકે તેમના બાઈકને અડફેટે લીધું હતું.

આ ગમખ્વાર અકસ્માતમાં બળવંતસિંહ પરમારને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આઈસર ચાલક પોતાનું વાહન રસ્તા પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવ અંગે હળવદ પોલીસે આઈસર ટ્રકના ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, વાહન કબજે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ ફરાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો