ઓછા પાણીએ વધુ ઉપજ આપતા  શિયાળુ પાકો  અને  જાતોની પસંદગી કરવા માટે ખેડૂતોને ભલામણ

હાલના સમયમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઓછા પિયત અને જમીનમાં ભેજની ઓછી ઉપલબ્ધતા એ શિયાળુ પાકો માટે પડકારજનક બાબત છે.આથી વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની યાદીમાં જણાવવામાં આવે છે કે સૌરાષ્ટ્ર તથા ભાલ વિસ્તાર જેવા અર્ધશુષ્ક વિસ્તારોમાં આગામી શિયાળુ પાકનું વાવેતર કરતી વખતે ખેડૂત મિત્રોએ યોગ્ય પાક, યોગ્ય જાત, યોગ્ય વાવણી સમય, યોગ્ય પિયત તબક્કો, પાણીની બચત પદ્ધતિ/ સુક્ષ્મ પિયત પદ્ધતિઓ અપનાવી ઓછા પાણીમાં સ્થિર અને સારી આર્થિક ઉપજ મળી રહે તે પ્રકારના શિયાળુ પાકોનું વાવેતર કરવું જોઈએ. ખાસ કરીને પાછોતરી ગરમી કે પાણીની અછત શરુ થાય તે પહેલા પાક તૈયાર થઇ જાય તેવી જાતો પસંદ કરવી, ઊંડા મુળિયા ધરાવતી જાતો પસંદ કરવી કે જે જમીનના ઊંડા પડમાં રહેલા ભેજનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકે. પાકને જયારે પાણીની સૌથી વધુ જરૂર હોય તેવી કટોકટીની અવસ્થા(જેમકે ફૂલ બેસતી વખતે અને દાણા ભરાતી વખતે)એ જ ચોક્કસાઈપૂર્વક સિંચાઈ આપવી જોઈએ.સૌરાષ્ટ્રમાં ઓછા પાણી માટે સૌથી મહત્વનો વિકલ્પ ચણા છે.તેથી, જીજી-૭,જીજી-૮, જીજેજી-૬  જીજેજી-૩, વગેરે જેવી જાતોની ભલામણ કરવામાં આવે છે જ્યારે મસાલા પાકોમાં જીરું, ધાણા, વરિયાળીમાં પણ જરૂરિયાત મુજબના હળવા પિયત આપવા જોઈએ. ઓછા પાણીએ થતા તેલીબીયા પાકોમાં રાઈ, કસુંબી/કરડી તથા અળસી જેવા પાકોનું શિયાળુ ઋતુમાં વાવેતર માટે  ભલામણ કરવામાં આવે છે.

અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો