અદાણી ફાઉ.ના ‘ઉત્થાન’નો તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાઓને સહયોગ થી મુન્દ્રા,માંડવી અને અંજારમાં 645 બાળવૈજ્ઞાનિકોને મળ્યું પ્રોત્સાહન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૩ ઓક્ટોબર : ‘વિકસિત ભારત’નાં સપનાઓને મળી પ્રેરણાની પાંખો બાળકોમાં રહેલી જિજ્ઞાસા, વૈજ્ઞાનિક અભિગમ અને નવીન વિચારશક્તિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે અદાણી ફાઉન્ડેશનના ‘ઉત્થાન’ પ્રોજેક્ટ દ્વારા મુન્દ્રા, માંડવી અને અંજાર તાલુકામાં યોજાયેલા તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાઓમાં સહયોગ આપવામાં આવ્યો હતો. ત્રણેય તાલુકાના કુલ 645 બાળ વૈજ્ઞાનિકો એ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની વૈજ્ઞાનિક સમજ, સર્જનાત્મકતા અને નવીન વિચારોનું પ્રદર્શન કર્યું હતુવર્ષ 2026માં ‘વિકસિત અને ટકાઉ ભારત માટે વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઈનોવેશન’ની સંકલ્પનાને કેન્દ્રમાં રાખીને વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. વિવિધ વિષયોના પાંચ પેટા-વિભાગોમાં વિદ્યાર્થીઓએ પોતાના મોડેલ અને પ્રયોગો દ્વારા આજના પડકારોના વૈજ્ઞાનિક અને નવીન ઉકેલો રજૂ કર્યા હતા.માંડવી મુન્દ્રા અને અંજાર તાલુકામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા આવરી લેવામાં આવેલ સરકારી સ્કૂલોમાં તેમાં માંડવીના 205, મુન્દ્રાના 210 અને અંજારના 230, એમ કુલ 645 વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો.દરેક પ્રયાસને પ્રોત્સાહન, દરેક પ્રતિભાને સન્માન વિજ્ઞાન મેળામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે સૌથી પ્રેરણાદાયી બાબત એ રહી કે માત્ર વિજેતાઓ જ નહીં, પરંતુભાગ લેનારા તમામ 645 બાળ વૈજ્ઞાનિ કોને સ્મૃતિચિહ્નરૂપ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પહેલનો હેતુ બાળકોને સ્પર્ધાના પરિણામથી આગળ વધીને તેમના પ્રયાસ, જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક વિચારસરણી માટે પ્રોત્સાહિત કરવાનો હતો.

વિજ્ઞાન મેળો માત્ર કૃતિઓ અને પ્રયોગોનું પ્રદર્શન નથી. તે બાળકો માટે પોતાની કલ્પના શક્તિને વાસ્તવિક સ્વરૂપ આપવાનું અને પોતાના વિચારોને સમાજ સમક્ષ રજૂ કરવાનું મહત્ત્વપૂર્ણ શૈક્ષણિક મંચ છે. આવા કાર્યક્રમો વિદ્યાર્થી ઓમાં પ્રશ્નો પૂછવાની વૃત્તિ, તાર્કિક વિચારશક્તિ અને સમસ્યા ઓના ઉકેલ શોધવાની ક્ષમતા વિકસાવે છે. સાથે ટીમવર્ક, નેતૃત્વ, સંવાદ કૌશલ્ય અને આત્મ વિશ્વાસ જેવા જીવનો પયોગી ગુણોના વિકાસમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

11,000થી વધુ વિદ્યાર્થીઓના વિકાસ સાથે જોડાયેલો ‘ઉત્થાન’ પ્રોજેક્ટ

અદાણી ફાઉન્ડેશનનો ‘ઉત્થાન’ પ્રોજેક્ટ વર્ષ 2018થીશૈક્ષણિક ગુણવત્તા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી સાથેના MoU હેઠળ પ્રોજેક્ટ દ્વારા મુન્દ્રા-માંડવી તાલુકાની 45 પ્રાથમિક શાળાઓ, અંજાર તાલુકાની 5 પ્રાથમિક શાળાઓ તેમજ મુન્દ્રા-માંડવીની 11 ઉચ્ચ પ્રાથમિક/માધ્યમિક શાળાઓમાં 11,000થી વધુ વિદ્યાર્થી ઓના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.

એક નજરે

• 645 બાળવૈજ્ઞાનિકોની ભાગીદારી

• 230 વિદ્યાર્થીઓ અંજારમાં

• 210 વિદ્યાર્થીઓ મુન્દ્રામાં

• 205 વિદ્યાર્થીઓ માંડવીમાં

• તમામ 645 વિદ્યાર્થીઓનું સ્મૃતિચિહ્નથી સન્માન.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો