ચંદ્રવદન બી મકવાણા

પ્રધાનમંત્રીશ્રી દ્વારા દેશના સમૃદ્ધ વારસા, સ્થાનિક કલા અને સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે ગૌરવની ભાવના કેળવવા તથા સ્વદેશીવસ્તુઓની ખરીદીને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ‘મેક ઇન ઇન્ડિયા’, ‘વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ’ અને ‘વોકલફોર લોકલ’ જેવી પહેલને વેગ આપવાના હેતુથી સ્થાનિક કારીગરો, કલાકારો, સ્વસહાય જૂથો (SHG) તથા નાના ઉદ્યોગો અનેવ્યવસાયકારોને પ્રોત્સાહન આપવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાનશ્રીના અભિગમને સાકાર કરવા વાપી મહાનગરપાલિકા અને ગુજરાત આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે નાણાંમંત્રી તેમજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વાપીના અજીતનગર, ચલા ખાતે ‘સ્વદેશીમેળા (શોપિંગ ફેસ્ટિવલ)’નું આયોજન તા. ૨૮/૧૦/૨૦૨૬ થી ૦૬/૧૧/૨૦૨૬ સુધી સવારે ૧૧.૦૦ કલાક થી રાતે ૧૧.૦૦ કલાક સુધી કરવામાં આવ્યું છે. આ મેળાની તૈયારીઓ હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે.
સ્વદેશી મેળાનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક કારીગરો, કલાકારો, સ્વસહાય જૂથો, નાના ઉદ્યોગો તથા સ્થાનિક વ્યવસાયકારો દ્વારાઉત્પાદિત ચીજવસ્તુઓ, હસ્તકલાની વસ્તુઓ, કલાકૃતિઓ, આર્ટિફેક્ટ્સ, ક્રાફ્ટ અને અન્ય સ્વદેશી ઉત્પાદનોને વિશાળ બજાર અનેપ્રચાર–પ્રસારની તક પૂરી પાડવાનો છે. આ ઉપરાંત, સ્થાનિક ઉત્પાદનોના વેચાણમાં વધારો થાય, સ્વરોજગારીને પ્રોત્સાહન મળે અનેસ્થાનિક સ્તરે રોજગારીની નવી તકોનું સર્જન થાય તે દિશામાં પણ આ મેળો મહત્વપૂર્ણ બની રહેશે.
આ વર્ષના સ્વદેશીમાં કુલ ૭૭ સ્ટોલ અને ૧૨ ફૂડ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે નાના બાળકોને રમત ગમતમાટે તથા મનોરંજન ઉપરાંત આજના સમયમાં વિસરાતી વિવિધ દેશી રમતો રમાડવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નગરજનોનેએક જ સ્થળે વિવિધ સ્વદેશી ઉત્પાદનો, સ્થાનિક હસ્તકલા, સર્જનાત્મક વસ્તુઓ તથા વિવિધ ખાદ્ય વાનગીઓ તથા સાંસ્કૃતિકકાર્યક્રમો સાથે મનોરંજનનો લાભ મળી રહેશે.
આ મેળો સ્થાનિક ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે સીધું જોડાણ સ્થાપિત કરવાની સાથે સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા, સ્વસહાય જૂથોની આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવા અને સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ વધારવા માટેનું મહત્વપૂર્ણમાધ્યમ બનશે.
વાપી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એન. એફ. ચૌધરીએ નગરજનોને સ્વદેશી અપનાવો, સ્થાનિક કારીગરોનેપ્રોત્સાહન આપો અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવોના સ્લોગનને સાર્થક કરવા સ્વદેશી મેળામાં મોટી સંખ્યામાં નગરજનોને ઉપસ્થિત રહી સ્થાનિક કારીગરો, કલાકારો, સ્વસહાય જૂથો અને વ્યવસાયકારોને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે. સાથે જ, સ્વદેશી વસ્તુઓની ખરીદી દ્વારા સ્થાનિક ઉત્પાદનોને પ્રાધાન્ય આપી ‘વોકલ ફોર લોકલ’ની ભાવનાને સાકાર કરવામાં સહભાગીબનવા અનુરોધ કર્યો છે.










