વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં જુગારની પ્રવૃત્તિઓને ડામવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાવડેજ ગામના બરડા ફળિયામાં મહુડાના ઝાડ પાસે જુગાર રમતા અને રમાડતા એક શખ્સને ઝડપી પાડી તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ વાંસદા તાલુકાના કાવડેજ ગામના બરડા ફળિયામાં મહુડાના ઝાડ પાસે આરોપી વિજયભાઈ ભાયચંદભાઈ પટેલ, ઉંમર આશરે 40 વર્ષ, રહે. મહુવાસ , નિયાલુ ફળિયું, તા. વાંસદા, જિ. નવસારી, તીનપત્તીનો જુગાર રમતા રમાડતા ઝડપાયા હતા. પોલીસ દ્વારા સ્થળ પરથી જુગાર રમવા માટે વપરાતાં પત્તાં અને રોકડ રકમ મળી કુલ ₹300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ મામલે વાંસદા પોલીસ મથકમાં જુગારધારા કલમ 12(અ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વાંસદા તાલુકાના અંતરિયાળ ગામોમાં જુગારની પ્રવૃત્તિઓને લઈને સમયાંતરે ચર્ચાઓ થતી રહે છે. એક તરફ પોલીસ દ્વારા દરોડા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, તો બીજી તરફ આવી પ્રવૃત્તિઓ પર કાયમી અંકુશ આવે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને સતત દેખરેખ રાખવાની જરૂરિયાત પણ વ્યક્ત થઈ રહી છે. કાવડેજ ગામમાં નોંધાયેલી આ કાર્યવાહી બાદ હવે વાંસદા તાલુકાના અન્ય અંતરિયાળ વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા તપાસ અને દેખરેખ વધુ સઘન બનાવવામાં આવે તેવી લોકમાગ ઊઠી રહી છે. જુગારના દૂષણને અટકાવવા પોલીસ તંત્રની સતત સક્રિયતા અને કાયદા મુજબની કાર્યવાહી મહત્ત્વપૂર્ણ બની રહે છે.










