શામળદેવી પ્રા.શાળામાં વરિષ્ઠ વકીલ રાજેશભાઈ પરમારના સહયોગથી વિદ્યાર્થીઓને પ્રેમભર્યું તિથિ ભોજન પીરસાયું

તારીખ ૨૫/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકામાં સતત સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ભારે લોકચાહના મેળવનાર અને નરેન્દ્ર મોદી વિચાર મંચના પંચમહાલ જિલ્લા ઉપાધ્યક્ષ, વરિષ્ઠ વકીલ અને કાલોલ બાર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ એવા રાજેશભાઈ પરમાર દ્વારા આજે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

કાલોલ તાલુકાની શામળદેવી પ્રાથમિક શાળાના 150 જેટલા બાળકોને રાજેશભાઈ પરમાર તરફથી પ્રેમભર્યું તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું. ભોજનમાં દાળ, ભાત, પુરી, શાક, પાપડ-પાપડી અને ખાસ ચોકલેટ બરફી પીરસવામાં આવી હતી, જેનો બાળકોએ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે આનંદ માણ્યો હતો. ત્યારે આ સેવા કાર્યમાં શામળદેવી ગામના સરપંચ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ રઘુનાથસિંહ પરમાર, નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષી, પંચમહાલ જિલ્લા ઉપાધ્યક્ષ રમેશભાઈ તલાટી, મંત્રી છત્રસિંહ સોલંકી, રાજુભાઈ શાસ્ત્રી, કિરીટભાઈ, મુન્નાભાઈ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.ખાસ વાત એ રહી કે, નરેન્દ્ર મોદી વિચાર મંચના તમામ કાર્યકરોએ સ્વહસ્તે પીરસીને બાળકોને ભોજન કરાવ્યું હતું. ભોજન બાદ બાળકોને મંચના “સ્વચ્છ, સ્વસ્થ અને શિક્ષિત પંચમહાલ” અભિયાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને શિક્ષણનું મહત્વ સમજાવી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. જ્યાં ગામમાં રાજેશભાઈ પરમારની આ સેવાભાવી કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો