વાંસદાના ધાકમાળ ગામે કરંટ લાગતાં ૩૨ વર્ષીય યુવકનું મોત

ઘરમાં પ્લાસ્ટરકામ દરમિયાન ઇલેક્ટ્રિક વાયર અડતાં સર્જાઈ દુર્ઘટના; સારવાર દરમિયાન યુવકને મૃત જાહેર કરાયો

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ધાકમાળ ગામના ગામીત ફળિયામાં ઘરમાં પ્લાસ્ટરકામ દરમિયાન ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી ૩૨ વર્ષીય યુવકનું મોત નીપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે વાંસદા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની નોંધ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધાકમાળ ગામના ગમીત ફળિયામાં રહેતા અમૃતભાઈ હાથીયાભાઈ ગામીતના ઘરે તા. ૨૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સવારે આશરે ૮:૩૦ વાગ્યાના અરસામાં પ્લાસ્ટરકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ઘરના એક રૂમમાં અંધારું હોવાથી ઇલેક્ટ્રિક વાયર અને સ્વિચ બોર્ડ પાસે કામ કરતી વખતે અચાનક કરંટ લાગવાની ઘટના બની હતી.

ઘટનામાં અમૃતભાઈના પુત્ર ઉમેશભાઈ અમૃતભાઈ ગમીત (ઉંમર આશરે ૩૨ વર્ષ)ને ઇલેક્ટ્રિક કરંટ લાગતાં તેઓ ગંભીર રીતે અસરગ્રસ્ત થયા હતા. બનાવ બાદ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને યુવકને સારવાર માટે વાંસદા કોટેજ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે મૃતકના પિતાએ વાંસદા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે અકસ્માત મોત અંગેની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. યુવકના અચાનક મોતથી પરિવારજનોમાં શોક છવાયો છે. વાંસદા પોલીસ સ્ટેશન દ્વારા બનાવ અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો