નવસારી LCBનો દારૂની હેરાફેરી પર સપાટો: રૂ. 16.67 લાખના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો

વ્હિસ્કી અને બીયરની 3,336 બોટલ-ટીનનો જથ્થો કબજે; મુંબઈથી સુરત લઈ જવાતો દારૂ બોરીયાચ ટોલનાકા નજીકથી પકડાયો

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની 3,336 બોટલ અને બીયરના ટીન સહિત કુલ 792.48 લિટર દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે દારૂના જથ્થા અને આઇશર ટેમ્પો સહિત કુલ રૂ. 16,67,400નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે.

નવસારી પોલીસની સત્તાવાર પ્રેસનોટ મુજબ, આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ અધિકારીઓ દ્વારા LCBને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જેના આધારે LCBની ટીમે બાતમીદારો પાસેથી માહિતી મેળવી પેટ્રોલિંગ અને વોચ ગોઠવી હતી.

તા. 25 ઓક્ટોબરના રોજ મળેલી બાતમીના આધારે LCBની ટીમે મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઇવે-48 પર બોરીયાચ ટોલનાકાની દક્ષિણ તરફ જાહેર માર્ગ પર નાકાબંધી ગોઠવી હતી. આ દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગના આઇશર ટેમ્પો નંબર MH 04 LE 8083ને અટકાવી તપાસ કરવામાં આવી હતી.

ટેમ્પોમાં લસણની ગુણીઓ ભરેલી પ્લાસ્ટિકની થેલીઓની આડમાં 82 પૂંઠાનાં બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હિસ્કીની બોટલો તથા બીયરના ટીન છુપાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કુલ 3,336 બોટલ-ટીન, 792.48 લિટર દારૂનો જથ્થો, જેની કિંમત રૂ. 6,62,400 થાય છે, તે કબજે કર્યો હતો.

પ્રાથમિક પોલીસ તપાસ મુજબ, દારૂનો જથ્થો મહારાષ્ટ્રના ચારોટીથી સુરત શહેરમાં પહોંચાડવા માટે લઈ જવામાં આવતો હતો. આ કેસમાં આઇશર ટેમ્પો ચાલક અનાબાકસ મહેબૂબ શિવનગી (ઉંમર 37 વર્ષ), રહેવાસી મહારાષ્ટ્ર,ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ટેમ્પોની કિંમત રૂ. 10 લાખ અને અન્ય વસ્તુઓ સહિત કુલ રૂ. 16,67,400નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ મામલે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાવવામાં આવ્યો છે. પ્રેસનોટમાં અન્ય સંડોવાયેલા શંકાસ્પદ વ્યક્તિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ કામગીરી LCBના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત, ASI લલિતભાઈ અશોકભાઈ, HC લાલુસિંહ ભરતસિંહ તથા PC મનોજકુમાર સમાધાનભાઈ સહિતની ટીમે કરી હતી.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો