પાવાગઢ દર્શને જતાં પરિવારને નડ્યો અકસ્માત: અજાણ્યા બાઇક ચાલકે ત્રણને અડફેટે લેતાં 65 વર્ષીય વૃદ્ધનું મોત,માતા-પુત્રી ઘાયલ.

તારીખ ૨૫/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ખંડોળી ગામ પાસે હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પાવાગઢ માતાજીના દર્શને પગપાળા જઈ રહેલા એક જ પરિવારના ત્રણ સભ્યોને અજાણ્યા મોટરસાયકલ ચાલકે પાછળથી ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં એક વૃદ્ધનું કરૂણ મોત નીપજ્યું છે.

ફરિયાદી સુરેશભાઈ કાંતિભાઈ સલાટ (વાદી) રહે. અંઘાડી ગામ,તાલુકા ગળતેશ્વર)એ નોંધાવેલ ફરિયાદ મુજબ, તારીખ ૨૨/૧૦/૨૦૨૬ ના રોજ તેમના પિતા કાંતિભાઈ લક્ષ્મણભાઈ સલાટ (ઉ.વ.૬૫), માતા સકુનાબેન (ઉ.વ.૬૦) અને તેમની ૮ વર્ષીય પુત્રી હિરલ ત્રણેય પાવાગઢ દર્શન માટે પગપાળા નીકળ્યા હતા. ચાલતા-ચાલતા સાંજે અંધારું થતા તેઓ ખંડોળી જલારામ મંદિર પાસે રાત રોકાયા હતા અને આજે સવારે લગભગ ૬ વાગ્યે ફરી પાવાગઢ જવા નીકળ્યા હતા. તેઓ કાલોલ ના ખંડોળી જલારામ મંદિરથી થોડે આગળ બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી આવતા એક અજાણ્યા મોટરસાયકલ ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ત્રણેયને અડફેટે લીધા હતા. જ્યાં અકસ્માતમાં કાંતિભાઈને માથા, મોઢા, બંને હાથ-પગે ગંભીર ઈજાઓ થઈ અને બંને કાનમાંથી લોહી નીકળતા સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે સકુનાબેનને ડાબા હાથે અને ૮ વર્ષીય હિરલને માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત સર્જી આરોપી બાઇક સહિત સ્થળ પરથી નાસી ગયો હતો. રાહદારીઓએ ૧૦૮ ને જાણ કરતા ત્રણેયને પ્રથમ કાલોલ સરકારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ડોક્ટરે કાંતિભાઈને મૃત જાહેર કર્યા હતા.આ મામલે કાલોલ પોલીસે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો