ભુજમાં આધુનિક પ્રોસ્થેટિક લિમ્બ્સ, મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર માટે ફ્રી નિદાન કેમ્પ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે ભુજમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કરાયું દિવ્યાંગ સાધન-સહાય કેમ્પનું આયોજન.

ભુજ,તા-૨૫ ઓક્ટોબર : મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ, ધોલેરાધામના પાવન ઉપલક્ષમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર તથા નિયામક સમાજ સુરક્ષાની જિલ્લા કચેરી, કચ્છ-ભુજ દ્વારા કચ્છ સર્વગ્રાહી પુનવર્સન કેન્દ્ર (બહુ વિકલાંગતા ધરાવતી બાળાઓની સંસ્થા) ખાતે દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક કૃત્રિમ હાથ-પગ એસેસમેન્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો.આ વિશેષ કેમ્પ અંતર્ગત ALIMCO (એલિમકો) ના સહયોગથી ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ અકસ્માત કે અન્ય કોઈપણ કારણોસર પોતાના હાથ કે પગ ગુમાવનાર દિવ્યાંગજનો માટે વિનામૂલ્યે નિદાન કરી, તેમના માટે યોગ્ય સાધન-સહાયનું નિર્ધારણ કરવાનો હતો. આ કેમ્પમાં નિષ્ણાતો દ્વારા નિદાન બાદ, પાત્રતા ધરાવતા દિવ્યાંગ લાભાર્થીઓને આધુનિક કૃત્રિમ હાથ-પગ (પ્રોસ્થેટિક લિમ્બ્સ), મોટરાઇઝ્ડ ટ્રાયસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર જેવા સાધનો માટેનું એસેસમેન્ટ કરીને આગામી સમયમાં આ સાધનો પુરા પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.આ સેવાકીય કેમ્પમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને નાયબ નિયામક દશરથભાઈ દેસાઈ,જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી હિતેન્દ્ર અમીધર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ ડોરિયા તેમજ અન્ય સ્થાનિક પદાધિકારીઓ, કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહી દિવ્યાંગજનોનો ઉત્સાહ વધાર્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા કચ્છ સર્વગ્રાહી પુનવર્સન કેન્દ્રના અરવિંદસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા અત્યંત સુચારુ રૂપે પાર પાડવામાં આવી હતી. કેમ્પમાં પધારેલા તમામ દિવ્યાંગ વ્યક્તિઓ માટે સંસ્થા દ્વારા નાસ્તા અને ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી.રાજ્ય સરકારના આ પ્રયાસથી કચ્છ જિલ્લાના અનેક દિવ્યાંગજનોને આધુનિક સાધનો થકી સન્માનભેર અને આત્મનિર્ભર જીવન જીવવાની નવી દિશા પ્રાપ્ત થશે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો