તારીખ ૨૫/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત સરકારની આદિજાતિ વિકાસ યોજના અંતર્ગત પર્જ પ્રોજેક્ટ હેઠળ વેજલપુર રેન્જ દ્વારા એક પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે. 127-કાલોલ વિધાનસભા મતવિસ્તારના વેજલપુર મુકામે આદિવાસી મંડળી ઘુસર મંડળીને રોજગારીના સાધનોની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં વેજલપુર ફોરેસ્ટ વિભાગ દ્વારા ઘુસર આદિવાસી મંડળીના પ્રમુખને રૂ. 2,50,000 (બે લાખ પચાસ હજાર) ની કિંમતના મંડપ સેટ, ખુરશીઓ અને સંપૂર્ણ રસોડા સેટ ની સહાય આપવામાં આવી હતી. આ સહાયથી આદિવાસી બહેનોની મંડળી હવે લગ્ન પ્રસંગ, સામાજિક કાર્યક્રમોમાં મંડપ-રસોડું ભાડે આપી આત્મનિર્ભર બની શકશે.આ અનેરા અવસરે જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વેજલપુર રેન્જના ફોરેસ્ટ ઓફિસર અને વન વિભાગના કર્મચારીઓ અને ઘુસર મંડળીના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે નરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આદિવાસી સમાજને સ્વાવલંબી બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. પર્જ પ્રોજેક્ટ જેવી યોજનાઓ થકી વનવાસી બહેનો આર્થિક રીતે સશક્ત થઈ રહી છે.સહાય મળતા ઘુસર મંડળીની બહેનોએ સરકાર અને વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.










