વડાલીમાં ખેડૂત સંમેલન યોજાયું, 25 મીની કેપ્ટન ટ્રેક્ટરની ડિલિવરી અપાઈ!


શ્રી ઉમિયા એગ્રો એજન્સી દ્વારા ખેડૂત સંમેલનનું આયોજન, ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ!
સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે શ્રી ઉમિયા એગ્રો એજન્સી દ્વારા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ખેડૂતોને એકત્રિત કરી કૃષિ ક્ષેત્ર અને આધુનિક ખેતીના સાધનો અંગે માહિતી મેળવવાની તક મળી હતી.
આ પ્રસંગે 25 મીની કેપ્ટન કંપનીના ટ્રેક્ટરની ડિલિવરી પણ આપવામાં આવી હતી. નવા ટ્રેક્ટરની ડિલિવરી મળતાં ખેડૂતોમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
ખેડૂતોને ખેતીમાં આધુનિક સાધનોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા તેમજ કૃષિ ક્ષેત્રમાં નવી ટેક્નોલોજી અંગે જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમને લઈને સ્થાનિક ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
ખેડૂતોની પ્રગતિ અને આધુનિક ખેતીને પ્રોત્સાહન આપતું આયોજન!









