MORBI:મોરબી પધારેલા મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે રાજમાતા સ્વ. વિજય કુંવરબાના નિધન પર ઊંડી સંવેદના દર્શાવી: ન્યુ પેલેસ ખાતે પધારી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા

MORBI:મોરબી પધારેલા મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે રાજમાતા સ્વ. વિજય કુંવરબાના નિધન પર ઊંડી સંવેદના દર્શાવી: ન્યુ પેલેસ ખાતે પધારી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા

રાજવી પરિવારના સભ્યો સાથે સાંત્વના મુલાકાત કરી શોક સંવેદના વ્યક્ત કરી; સ્વ. રાજમાતાના સેવાકીય અને સામાજિક યોગદાનને બિરદાવાયા

મોરબીની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી રાજપરિવારના મોભી રાજમાતા સ્વ. શ્રી વિજય કુંવરબાના દુઃખદ નિધન પર ઊંડા શોકની સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ન્યુ પેલેસ ખાતે ઉપસ્થિત રહી તેમની છબી સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી સદ્ગત આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી.

આ સાંત્વના મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ મહારાજકુમારીશ્રી રૂક્ષ્મણીદેવી, મહારાજકુમારીશ્રી દ્રોપદીદેવી, મહારાજકુમારીશ્રી ઉમાદેવી, શ્રી વિશાલ આદિત્યસિંહજી જાડેજા સહિત શોકગ્રસ્ત રાજપરિવારના સભ્યો અને સ્નેહીજનો સાથે મુલાકાત કરી તેમને આ દુઃખદ આઘાત સહન કરવાની શક્તિ મળે તે માટે સાંત્વના પાઠવી હતી. મોરબીના પ્રજાકલ્યાણ, પરંપરાગત વારસો જાળવવામાં તથા વિવિધ સામાજિક-સેવાકીય કાર્યોમાં સ્વ. રાજમાતા વિજય કુંવરબાના સ્મરણીય યોગદાનને મુખ્યમંત્રીશ્રીએ આ તકે આદરપૂર્વક યાદ કર્યું હતું.


મુખ્યમંત્રીશ્રી સાથે મંત્રી સર્વશ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી પ્રફુલભાઈ પાનેસેરીયા, શ્રી ત્રિકમભાઈ છાંગા અને શ્રી કાંતિલાલ અમૃતિયા, શ્રી રીવાબા જાડેજા, મોરબી મેયરશ્રી ઉત્તમ સુરાણી, સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય સર્વશ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, મોરબી કમિશનરશ્રી સંગીતા રૈયાણી તેમજ સ્થાનિક પદાધિકારીઓ, મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો