તા.૨૫/૧૦/૩૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ધોરાજી, ઉપલેટાના ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ પાડલિયાના હસ્તે ધોરાજી ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવનિર્મિત થનારા બસ ડેપો-વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ તકે ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ પાડલીયાએ જણાવ્યું હતું કે, આશરે રૂ. ૮૮૩ લાખના ખર્ચે ૧૩૧૩ ચોરસ મીટર બાંધકામ ધરાવતા આ વર્કશોપના નિર્માણથી ધોરાજી વિસ્તારના નાગરિકોની પરિવહન સુવિધામાં વધારો થશે, તેમજ એસ.ટી. બસોની જાળવણી અને કામગીરી વધુ સુગમ બનશે.

ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધોરાજી નગરપાલિકાના પ્રમુખશ્રી, મામલતદારશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, એસ.ટી. જૂનાગઢ, વિભાગીય નિયામકશ્રી ડાંગર સહિત એસ.ટી. વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.










