GUJARAT:ગુજરાતમાં ‘સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો, 2026’નું કડક અમલીકરણ: નાગરિકોની ફરિયાદ નિવારણ માટે વોટ્સએપ ચેટબોટ કાર્યરત

સમગ્ર રાજ્યમાં ‘સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો, 2026’ના અસરકારક અમલીકરણ માટે સરકાર કટિબદ્ધ: શ્રી એમ. થેન્નારસન
નાગરિકોની ફરિયાદોના 24 કલાકમાં નિવારણ માટે વોટ્સએપ ચેટબોટને મળ્યો સકારાત્મક પ્રતિસાદ

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ. થેન્નારાને રામગ્ર ગુજરાતમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો, 2026મા અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે ગાંધીનગર ખાતે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) ના સહયોગથી ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આયોજિત એક વિશેષ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંબોધન કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, “સ્વચ્છતા એ માત્ર સરકારી યોજના નથી; તે આપણી જીવન શૈલી છે. અમને આશા છે કે, મીડિયાના સહયોગથી આ અભિયાન પ્રત્યેક નાગરિક સુધી પહોંચે અને દરેક વ્યક્તિ સ્વચ્છતાને પોતાની જવાબદારી સમજીને સરકારની આ પહેલમાં પોતાનું યોગદાન આપે.” તેમણે નોંધ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય અને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂક્યો છે અને આ પ્રયાસોને ટેકો આપવા માટે નોંધપાત્ર બજેટ ફાળવણી કરવામાં આવી છે. વધુમાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં સ્વચ્છતા અને કચરાના વૈજ્ઞાનિક નિકાલને સુનિશ્ચિત કરવા માટે વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ગુજરાત સરકારના “સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાત”ના સંકલ્પને સાકાર કરવા માટે 1 એપ્રિલ, 2026થી અમલમાં આવેલા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો, 2026′ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી
આ પ્રેરા કોન્ડર-રમાં શ્રીમતી રેમ્યા મોહન, રસચિવ (આવાસ અને શહેરી વિકારા); શ્રી સિદ્ધાર્થ બીડકે, ADG, PIB ગુજરાત: અને સુશ્રી પુષ્પ બતા, સ્વચ્છ ભારત મિશન-અર્બનના મિશન ડાયરેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રીમતી રેમ્યા મોહને જણાવ્યું હતું કે સ્વચ્છતા મિશન એ એક રાતત ચાલતી પ્રક્રિયા છે. તેમણે વધુમાં સમજાવ્યું કે ‘સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો, 2026’ આગામી કામગીરી નક્કી કરવા અને ‘સ્વચ્છ ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે રોડગેપ તૈયાર કરવાનું માળખું પૂરું પાડે છે.

સ્વચ્છ ભારત મિશન-અર્બનના મિશન ડાયરેક્ટર સુશ્રી પુષ્પ લતાએ ‘સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમાં, 2026′ હેઠળની મુખ્ય જોગવાઈઓ અને નવી માર્ગદર્શિકાઓ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. તેમણે કચરાના પૃથક્કરણની ચાર શ્રેણીઓ રેખાંકિત કરી હતી: ભીનો કચરો, સુકો કચરી, સેનિટરી વેસ્ટ અને ખાસ સંભાળની જરૂરિયાતવાળી કચરો, જેમાં બાયોમેડિકલ અને જોખમી કચરાનો સમાવેશ થાય છે. તેમણે કચરાના સંગ્રહ, વ્યવસ્થાપન અને વૈજ્ઞાનિક નિકાલ માટેની નિર્ધારિત પ્રક્રિયાઓ અંગે પણ માહિતી આપી હતી..
તેમણે વધુમાં સમજાવ્યું હતું કે 20,000 ચોરસ મીટરથી વધુ વિસ્તાર ધરાવતી, દૈનિક ચોક્કસ માત્રામાં પાણીનો વપરાશ કરતી અથવા દૈનિક 100 કિલોગ્રામથી વધુ કચરો ઉત્પન્ન કરતી સંસ્થાઓ કોમ્પ્લેક્સ, ઓણાંક સોસાયટીઓ અને હોટલોએ પોતાના સારે જ ભીના કચરાનું પ્રોસેસિંગ અથવા ખાતર બનાવવાની કામગીરી કરવાની રહેશે.
તેમણે ઉમેર્યું હતું કે, “સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ અભિયાન માટે Lead Facilitators’ તરીકે કામ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ સ્વચ્છતા કર્મચારીઓ, કચરો એકત્રિત કરતા વાહનોના કર્મચારીઓ અને સામાન્ય જનતા વચ્ચે એક મહત્વપૂર્ણ સેતુ તરીકે કામ કરશે, જેની હેતું સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો અને સક્રિય સમુદાય ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો છે.”
સ્વચ્છ ગુજરાતને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા બેવામાં આવેલા વિવિધ પગલાં અને પહેલોની વિગતો આપતાં તેમણે નોંધ્યું હતું કે સમગ્ર રાજ્યમાં કચરો એકત્રિત કરવાની કામગીરી અને કલેકશન વાહનોના રૂટનું ‘સ્વચ્છતા સમીક્ષા કેન્દ્ર (SSK) પોર્ટલ દ્વારા ડિજિટલી મોનિટરિંગ કરવામાં આવે છે. વધુમાં, સમગ્ર રાજ્યમાં કચરો એકત્રિત કરવાની કામગીરી અને વાહનોના રૂટના મોનિટરિંગને સુધારવા માટે પોઈન્ટ્સ ઓફ ઈન્ટરેસ્ટ (POIs) ના નેટવર્કની વિસ્તાર કરીને ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવી છે.

સખત દેખરેખ સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સ્તરે Special Cell’ ની સ્થાપના કરવામાં આવી છે. તમામ નગરપાલિકાઓને બાય-લોઝનું મોડેલ ફ્રેમવર્ક મોકલવામાં આવ્યું છે. સ્થાનિક સંસ્થાઓ જરૂરી ઠરાવ પસાર કરી લે તે પછી, જાહેર સ્થળો પર ગંદકી કરનાર અથવા સ્થાપિત નિયમોનો ભંગ કરનાર વ્યક્તિઓ પર દંડ લાદવામાં આવશે. સ્વચ્છતા કર્મચારીઓ અને વાહનના ડ્રાઈવરો દર બે મહિને રીફ્રેશર તાલીમ મેળવશે. આ ઉપરાંત, કર્મચારીઓ દ્વારા યુનિફોર્મ અને સેફ્ટી ગિયરના ફરજિયાત વપરાશનો કડક અમલ કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “નાગરિકોની ફરિયાદીના ઝડપી નિવારણ માટે 7622880000 પર વોટ્સએપ ચેટબોટ શરૂ કરવામાં આવ્યો છે, જેનાથી ફરિયાદોનું ઝડપથી નિવારણ લાવવામાં આવે છે અને 24 કલાકની અંદર તેનો ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે ચિત્ર પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓને ‘સ્વચ્છતા સંકલ્પ પત્ર’ લેવા માટે પ્રોત્સાહિત કરવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વધુમાં, સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે જાહેર સ્થળો અને વધુ ભીડભાડવાળા વિસ્તારોમાં સ્વચ્છતા માર્શલ્ટા’ તૈનાત કરવામાં આવ્યા છે. ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવતી નગરપાલિકાઓ અને સંસ્થાઓને ‘મારું શહેર, સ્વચ્છ શહેર એવોર્ડ’ દ્વારા બિરદાવવામાં અને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.”














