સમગ્ર સૌરાષ્ટ્રને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરો : વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની સરકાર સમક્ષ ઉગ્ર માંગ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : સરકાર દ્વારા જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાના નિર્ણયને આવકારીને આમ આદમી પાર્ટીના વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સૌરાષ્ટ્રના બાકી રહેલા તમામ જિલ્લાઓમાં પણ સત્વરે દુષ્કાળ જાહેર કરવા ઉગ્ર માંગ કરી છે.
ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, શરૂઆતથી જ સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે, જેને લઈને ખંભાળીયા ખાતે ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં યોજાયેલા સત્યાગ્રહને પણ પૂરતું સમર્થન અપાયું હતું. હાલ જૂનાગઢ જિલ્લાના વિસાવદર, ભેસાણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. આ વર્ષે સર્જાયેલી વિષમ પરિસ્થિતિને કારણે ખેડૂતોના ઊભા મોલ સુકાઈ ગયા છે અને સિંચાઈ કે વરસાદી પાણી ન મળતાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે.
ખેડૂતોને થયેલા આ પારાવાર આર્થિક નુકસાનને ધ્યાનમાં રાખીને વિસાવદર-ભેસાણ સહિત સૌરાષ્ટ્રના બાકી રહી ગયેલા તમામ તાલુકા-જિલ્લાઓમાં વિલંબ કર્યા વગર દુષ્કાળ જાહેર કરવામાં આવે અને જગતના તાતને યોગ્ય વળતર તથા ન્યાય આપવામાં આવે તેવી જોરદાર રજૂઆત કરવામાં આવી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો