જૂનાગઢનો ‘સ્વદેશી મેળા’ સખી મંડળના બહેનો માટે રોજગારીનો સશક્ત માધ્યમ બન્યો

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને જૂનાગઢના સીમાબેન વિનોદભાઈ મકવાણાએ સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યો છે. યુસીડી (UCD) શાખા અંતર્ગત ચાલતા સ્વસહાય જૂથ સાથે જોડાઈને હસ્તકળાની વસ્તુઓ તૈયાર કરતા સીમાબેનને ‘સ્વદેશી મેળા’ના માધ્યમથી યોગ્ય માર્કેટિંગ અને ગ્રાહકો મળ્યા છે. જૂનાગઢના આઝાદ ચોકમાં મેળાના શરૂઆતના માત્ર ચાર જ દિવસમાં રૂ. ૨૦,૦૦૦ થી ૨૫,૦૦૦નો વેપાર કરીને તેમણે અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણા પૂરી પાડી છે.જૂનાગઢના રહેવાસી સીમાબેન વિનોદભાઈ મકવાણા છેલ્લાં સાત-આઠ વર્ષથી યુસીડી (UCD) શાખા અંતર્ગત ચાલતા સ્વસહાય જૂથ સાથે જોડાયેલા છે. અને ‘મહાકાળી સ્વ સ્વસહાય જૂથ’માં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેમની પાસે હાથ બનાવટની વિવિધ વસ્તુઓ તૈયાર કરવા માટે નવીન વિચાર અને હુનર તો હતું જ. પરંતુ તે ઉત્પાદનોનું વેચાણ ક્યાં અને કેવી રીતે કરવું તેની કોઈ અનુભવ નહોતો. તે સમયે લોકોમાં પણ હાથ બનાવટની કારીગરી પ્રત્યે પૂરતી જાગૃતિ નહોતી.છેલ્લા બે વર્ષથી આયોજિત થઈ રહેલો ‘સ્વદેશી મેળો’ સીમાબેન અને તેમના સ્વસહાય જૂથ માટે માત્ર એક સ્ટોલ નહીં, પરંતુ તેમની કળાને લોકો સમક્ષ રજૂ કરવાનું એક સશક્ત પ્લેટફોર્મ બન્યો છે. આ મેળાના માધ્યમથી તેમને હાથ બનાવટની વસ્તુઓનું યોગ્ય પ્રદર્શન કરવા અને ગ્રાહકોને આકર્ષીને વેચાણ વધારવા માટેની તક મળી છે.સ્વદેશી મેળાના આયોજનથી તેમની આર્થિક પરિસ્થિતિમાં  નોંધપાત્ર સુધારો આવ્યો છે. સીમાબેન વર્ષ દરમિયાન અન્ય ૧૨ જેટલા મેળાઓમાં ભાગ લે છે, પરંતુ તે તમામ મેળાઓની સરખામણીએ આ સ્વદેશી મેળામાં તેમને સૌથી વધુ ગ્રાહકો અને શ્રેષ્ઠ રિસ્પોન્સ મળે છે. વર્તમાન મેળાના માત્ર શરૂઆતના ચાર જ દિવસમાં તેમનો રૂ. ૨૦,૦૦૦ થી ૨૫,૦૦૦ સુધીનો વેપાર થઈ ચૂક્યો છે અને બાકીના દિવસોમાં પણ હજુ વધુ સારા વેપારની આશા છે. પોતાની આ સફળતાનો શ્રેય આપતાં સીમાબેને જાહેર જનતાને ‘લોકલ ફોર વોકલ’ (Vocal for Local) ના મંત્રને સાર્થક કરવા અપીલ કરી છે. તેમણે લોકોને સ્વદેશી મેળાના સ્ટોલની મુલાકાત લઈ સ્થાનિક કારીગરો પાસેથી હાથ બનાવટની સ્વેદેશી વસ્તુઓ ખરીદીને તેમને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તેમજ સખી મંડળની બહેનોને તેમના ઉત્પાદનોના વેચાણ માટે બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી સ્વદેશી મેળા-૨૦૨૬નું આયોજન શહેરના આઝાદ ચોક ખાતેના એ.જી. સ્કૂલ મેદાનમાં કરવામાં આવ્યું છે. આ મેળાનો પ્રારંભ તા.૨૨ ઓક્ટોબર, ૨૦૨૬ થી થયો છે. આ મેળો આગામી તા. ૨  નવેમ્બર સુધી યોજાનાર છે. સ્વદેશી મેળા’ના પ્લેટફોર્મ અને પીએમ સ્વનિધિ યોજનાથી જૂનાગઢની નારી શક્તિ બની આત્મનિર્ભર: સફળતા પ્રાપ્ત કરનાર વિવિધ સખી મંડળના બહેનોએ વ્યક્ત કર્યો સરકારશ્રીનો આભાર પીએમ સ્વનિધિ યોજના અને સ્વદેશી મેળાના સહયોગથી જૂનાગઢના પૂજા ગોસ્વામી સહિતની  ૧૦ મહિલાઓ બની  આર્થિક રીતે આત્મનિર્ભર જૂનાગઢના પુજા ગોસ્વામી ‘શ્રી વીરબાઈ માં સ્વસહાય જૂથ’ (સખી મંડળ) સાથે જોડાયેલા છે. જૂનાગઢ મહાનગરપાલિકાની UCD શાખાના પ્રતિનિધિ દ્વારા ઘરે આવીને આપેલી માહિતી અને મુલાાકત  બાદ ૧૦ મહિલાઓના જૂથ સાથે આ સખી મંડળની રચના કરવામાં આવી હતી. શરૂઆતમાં  મહિલાઓ ઘરેથી નાને પાયે ગૃહઉદ્યોગ કે વેચાણ કરતી હતી, પરંતુ વિવિધ પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન અને યોગ્ય માર્ગદર્શન મળવાથી તેમણે પોતાના વ્યવસાયને મોટા પાયે વિકસાવ્યો છે. આ ઉપરાંત, વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાતા ‘સ્વદેશી મેળા’માં સ્ટોલના માધ્યમ થી આર્થિક રીતે આત્મનિર્ભર બન્યા છે.મહિલાઓને પગભર અને આત્મનિર્ભર બનવાની તક આપવા બદલ તેમણે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. ગાયના પંચગવ્ય અને ગોબર પ્રોડક્ટ્સથી મહિલા સશક્તિકરણની પ્રેરણાદાયી સફર: ‘વૃંદાવન ગીર સ્વસહાય જૂથ’  ભાવનાબેન ધીરજ ભાલાણીના નેતૃત્વ હેઠળ ‘વૃંદાવન ગીર સ્વસહાય જૂથ’ છેલ્લાં દસ વર્ષથી ગાયોના પંચગવ્યમાંથી વિવિધ ઇકો-ફ્રેન્ડલી અને આયુર્વેદિક પ્રોડક્ટ્સનું નિર્માણ કરી રહ્યું છે. મંડળની તમામ મહિલાઓ સાથે મળીને આશરે ૫૦ જેટલી વિવિધ પ્રોડક્ટ્સ બનાવે છે, જેમાં દર વર્ષે નવી પ્રોડકટસનો ઉમેરો પણ કરવામાં આવે છે. આ ગોબર અને આયુર્વેદિક પ્રોડક્ટ્સના ઉપયોગથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને સાથે જ સમાજમાં પર્યાવરણીય જાગૃતિ પણ વધી રહી છે. ભાવનાબેન આ અંગે જણાવે છે કે, ગોબર પ્રોડક્ટ્સ અને આયુર્વેદિક માહિતી મેળવવા માટે લોકો ખાસ ‘વૃંદાવન ગીર સ્વસહાય જૂથ’નો સંપર્ક કરે છે. સરકારશ્રી અને કોર્પોરેશન દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળા’ જેવાં પ્લેટફોર્મ પર નિશુલ્ક  સ્ટોલ ફાળવવામાં આવે છે, જેનાથી હસ્તકળાના કારીગરો અને સ્વદેશી ચીજવસ્તુઓનું યોગ્ય પ્રમોશન થાય છે. આવા મેળામાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવે છે. સરકાર અને કોર્પોરેશનના આવા સતત પ્રોત્સાહક આયોજનોથી મંડળના બહેનોને યોગ્ય પ્લેટફોર્મ મળવાની સાથે તેમનું આર્થિક પાસું પણ મજબૂત બની રહ્યું છે. પીએમ સ્વનિધિ લોન સહાય:ભાવનાબેન ધડુકે સ્વસહાય જૂથ સાથે જોડાઈને પગભર બન્યાં   ધડુક ભાવનાબેન સ્વસહાય જૂથમાં જોડાઈને યુસીડી શાખાના પ્રોત્સાહનથી પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન મેળવીને પોતાનો નવો વ્યવસાય શરૂ  કર્યો હતો.  પહેલાં તેઓ ઘરેથી જ નાનો વ્યવસાય કરતા હતા, પરંતુ પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન મેળવીને તથા સરકારશ્રી દ્વારા આપવામાં આવેલા ‘સ્વદેશી મેળા’ જેવા પ્લેટફોર્મની મદદથી તેમની આવક વધારવા માટેનું એક મહત્વપૂર્ણ સાધન ઊભું થયું છે. આ રીતે આજીવિકા માટે યોગ્ય પ્લેટફોર્મ અને પ્રોત્સાહન પૂરો પાડવા બદલ તેઓ સરકારશ્રીનો આભાર માન્યો હતો

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો