MORBI:મોરબીમાં સીસીટીવીના નેટવર્ક વચ્ચે અસામાજિક તત્વો બેફામ: કલેક્ટર કચેરી :નજીક મહિલાના ગળામાંથી ચેનની ચીલઝડપ 

MORBI:મોરબીમાં સીસીટીવીના નેટવર્ક વચ્ચે અસામાજિક તત્વો બેફામ: કલેક્ટર કચેરી :નજીક મહિલાના ગળામાંથી ચેનની ચીલઝડપ

મોરબી શહેરને ગુનાખોરી મુક્ત બનાવવા અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાના દાવાઓ સાથે લાખો રૂપિયાના ખર્ચે મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. આમ છતાં, અસામાજિક તત્વોમાં કાયદો અને પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.  કલેક્ટર કચેરી રોડ પર ધોળા દિવસે મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ થતાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના સો ઓરડી રોડ પર આવેલી જિલ્લા કલેક્ટર અને એસપી કચેરી નજીકના માર્ગ પરથી પસાર થઈ રહેલી એક મહિલાને નિશાન બનાવવામાં આવી હતી. બાઈક પર સવાર થઈને આવેલા બે લુખ્ખા તત્વોએ ગણતરીની સેકન્ડોમાં મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર લૂંટની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

જ્યાં જિલ્લાના ઉચ્ચ વહીવટી અને પોલીસ વડાની કચેરીઓ આવેલી છે તેવા અતિ સંવેદનશીલ અને મહત્વના માર્ગ પર જ આવી ઘટના બનતા અસામાજિક તત્વોએ જાણે પોલીસ તંત્રને સીધો પડકાર ફેંક્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. ચીલઝડપની આ ઘટના પૂર્વે મોરબી શહેરના એ ડિવિઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં એક કારને આગ ચાંપી દેવામાં આવી હોવાની ઘટના પણ સામે આવી હતી. એક તરફ વાહનોને નિશાન બનાવી આગ લગાડવી અને બીજી તરફ જાહેર માર્ગો પર બેફામ લૂંટ ચલાવવી—આ બંને બનાવોએ સાબિત કર્યું છે કે ગુનેગારોમાં ખાખીનો કોઈ ખોફ રહ્યો નથી.શહેરમાં ઠેર-ઠેર સીસીટીવી લગાવ્યા હોવા છતાં ગુનેગારો ખુલ્લેઆમ આવી હરકતો કરી રહ્યા હોવાથી સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ છે. હાલ આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઈક સવાર તસ્કરોની ઓળખ મેળવી તેમને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો