રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૯.૧૦.૨૦૨૬
આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને હાલોલ ટાઉન પોલીસ દ્વારા રૂલર પોલીસ સ્ટેશન ખાતે જ્વેલર્સ અને આંગડિયા પેઢીના માલિકો સાથે સુરક્ષાને લગતી બેઠકનું આયોજન તા.28 ઓક્ટોબર બુધવારના રોજ કરવામાં આવ્યું હતું. આ બેઠક નાયબ પોલીસ અધિક્ષક વી.જે. રાઠોડ અને હાલોલ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર ડી.પી. સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.બેઠક દરમિયાન જ્વેલર્સ અને આંગડિયા પેઢીના માલિકોને દિવાળીના તહેવાર દરમિયાન ચોરી સહિતના અનિચ્છનીય બનાવો અટકાવવા માટે જરૂરી સાવચેતી રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને દુકાનોની બહાર સીસીટીવી કેમેરા કાર્યરત રાખવા તેમજ દુકાન કે તેની આસપાસ કોઈ અજાણી શંકાસ્પદ વ્યક્તિ રેકી કરતી જણાય તો તાત્કાલિક હાલોલ ટાઉન પોલીસ અથવા ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 112 પર જાણ કરવા સૂચના આપવામાં આવી હતી.પોલીસ દ્વારા તહેવાર દરમિયાન વેપારીઓએ સતર્ક રહી પોતાની દુકાનો, કિંમતી માલસામાન અને નાણાંની સુરક્ષા માટે જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં હાલોલ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ, આંગડિયા પેઢીના માલિકો તેમજ શાંતિ સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.દિવાળીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા વેપારીઓ સુરક્ષિત રીતે પોતાનો વ્યવસાય કરી શકે તે હેતુથી પોલીસ દ્વારા આ માર્ગદર્શન બેઠક યોજવામાં આવી હતી.










