કાલોલમાં સાયબર ફ્રોડ: યુવાનનો મોબાઈલ હેક કરી બેંક ખાતામાંથી સાયબર ગઠીયા રૂ.89,812 ઉડાવી ગયા.

તારીખ ૨૯/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેરમાં ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પરમ્બા સોસાયટીમાં રહેતા એક યુવાનનો મોબાઈલ ફોન હેક કરી અજાણ્યા ગઠિયાઓએ તેના બેંક ખાતામાંથી રૂ. 89,812 ઉપાડી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ ફરિયાદ મુજબ, નીલ પારેખનું ઉ.વ. 24, રહે. પરમ્બા સોસાયટી, કાલોલ. પ્રધાનમંત્રી મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરતા પોતાનો કેનેરા બેંક, કાલોલ શાખામાં ખાતું છે, જેનો એકાઉન્ટ નંબર છે. જે ખાતામાં તેમનો મોબાઈલ નંબર લિંક કરેલો છે. જેમાં ગત તા. 28/10/2021 ના રોજ રાત્રે 00:40 વાગ્યાના સુમારે તેમના સેમસંગ કંપનીનો મોબાઈલમાં અચાનક ફોન અપડેટ આવ્યું હતું. મોબાઈલ ઓટોમેટિક અપડેટ થયા બાદ તેમના ફોનમાં OTP આવ્યો હતો અને થોડી જ વારમાં તેમના ખાતામાંથી કુલ રૂ. 89,812 કપાઈ ગયા હતા. ત્યાં મોબાઈલ હેક થઈ ગયાની જાણ થતા તેમણે તાત્કાલિક તેમના પિતા અનિલકુમાર પારેખના મોબાઈલ નંબર પરથી સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરી ફરિયાદ નોંધાવી હતી. જ્યાં બેંકમાં તપાસ કરતા તેમના ખાતામાંથી રૂપિયા ઉપડી ગયાની પુષ્ટિ થઈ હતી, જે બાદ તેમણે પોતાનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યું હતું.આ અંગે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ઓનલાઈન ફ્રોડનો ગુનો નોંધી કાલોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સાથે બેંક પાસબુક અને સ્ટેટમેન્ટની નકલ પણ રજૂ કરવામાં આવી છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો