નર્મદા : એકતા દિવસની પુર્વ સંધ્યાએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા ભવ્ય નાટ્યપ્રસ્તુતિ રજુ કરાશે

નર્મદા : એકતા દિવસની પુર્વ સંધ્યાએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા ભવ્ય નાટ્યપ્રસ્તુતિ રજુ કરાશે

 

રાજપીપળાઃ જુનેદ ખત્રી

 

ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એકતાનગર ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી ૩૦મી ઓક્ટોબરના રોજ ડેમ વ્યૂ પોઇન્ટ-૧ ખાતે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા ‘આનંદમઠ’ નાટ્યકૃતિનું મંચન કરવામાં આવશે.

આ નાટ્યપ્રસ્તુતિની પૂર્વતૈયારીના ભાગરૂપે યોજાયેલા રિહર્સલનું નિરીક્ષણ કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિના રાષ્ટ્રીય પર્વને અનુરૂપ આ નાટ્યકૃતિ ભારતીય રાષ્ટ્રભાવના, દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાના સંદેશને સાંસ્કૃતિક માધ્યમથી જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા રજૂ થનારી આ નાટ્યપ્રસ્તુતિ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સાંસ્કૃતિક આકર્ષણ ઉમેરશે

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો