MORBI:પોષણ માહ અભિયાન અંતર્ગત“જનઆંદોલન ડેશબોર્ડમા”મોરબી જિલ્લામાં કુલ ૧૪,૮૨,૫૫૬ પ્રવૃત્તિઓ પૂર્ણ કરી રાજ્યમાં દ્રિત્ય સ્થાન મેળવ્યું

MORBI:પોષણ માહ અભિયાન અંતર્ગત“જનઆંદોલન ડેશબોર્ડમા”મોરબી જિલ્લામાં કુલ ૧૪,૮૨,૫૫૬ પ્રવૃત્તિઓ પૂર્ણ કરી રાજ્યમાં દ્રિત્ય સ્થાન મેળવ્યું

ગુજરાતમાં પોષણ અભિયાનની સિદ્ધિમાં મોરબી જિલ્લાની નોંધપાત્ર કામગીરી!

પોષણ માહ અભિયાન અંતર્ગત“જનઆંદોલન ડેશબોર્ડમા ૬.૮૧ લાખના લક્ષ્યાંક સામે ૧૪.૮૨ લાખથી વધુ પ્રવૃત્તિઓ પૂર્ણ કરીને મોરબી જિલ્લાએ ૨૧૭.૭ ટકા સિદ્ધિ સાથે રાજ્યમાં બીજું સ્થાન મેળવ્યું છે તેમ આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસરશ્રીએ જણાવ્યું હતું

ભારત સરકારના પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષે સપ્ટેમ્બર માસમાં ઉજવાતા પોષણ માહની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ જાગૃતિ અને જનભાગીદારીને પ્રોત્સાહન આપતી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ માટે પોષણ નોટિસ, પ્રારંભિક શિક્ષણને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ, પોષણ વાનગી નિર્માણ સ્પર્ધા, ચિત્રસ્પર્ધા, આરોગ્ય જાગૃતિ શિબિરો તથા અન્ય જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, આ અભિયાન માટે આંગણવાડી કાર્યકરો, આરોગ્યકર્મીઓ અને સ્થાનિક સમુદાયની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હતી .મોરબી જિલ્લામાં પોષણ અંગે જનભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો