ધ્રોળના ત્રિકોણબાગ સર્કલમાં એસટી બસ ખોટકાતાં મુસાફરોને ધક્કા મારવાની નોબત

ધ્રોળના ત્રિકોણબાગ સર્કલમાં એસટી બસ ખોટકાતાં મુસાફરોને ધક્કા મારવાની નોબત

ડ્રાઇવરના અનેક પ્રયાસો નિષ્ફળ જતાં મુસાફરો બસમાંથી નીચે ઊતરી ધક્કા મારવા મજબૂર થયા, ટ્રાફિકજામ સર્જાતાં પોલીસ દોડી

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા ૨૯, જામનગર જિલ્લાના ધ્રોલમાં ગઈકાલે સાંજના સમયે ત્રિકોણબાગ સર્કલ પાસે એક એસટી બસ અચાનક ખોટકાઈ જતાં બસમાં સવાર મુસાફરોને ધક્કા મારવાની નોબત આવી હતી. બસના ચાલકે અનેક પ્રયાસો કરવા છતાં બસ ચાલુ ન થતાં મુસાફરોને નીચે ઉતરવું પડ્યું હતું.
બસમાંથી નીચે ઊતરેલા મુસાફરોએ એકસાથે બસને ધક્કા માર્યા હતા. મુસાફરોના પ્રયાસો બાદ બસ ફરી ચાલુ થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આ દરમિયાન ધ્રોલના ત્રિકોણબાગ સર્કલ વિસ્તારમાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિકની સમસ્યાને પગલે પોલીસ તંત્રને પણ દોડવું પડ્યું હતું.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો