ફૈઝ ખત્રી..શિનોર

શિનોર તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન જીગ્નેશભાઈ પટેલના હસ્તે વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આંગણવાડી બહેનો, બાળકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આંગણવાડી કેન્દ્રો નાના બાળકોના પોષણ, આરોગ્ય અને પ્રાથમિક શિક્ષણ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યારે સાધલી ગામમાં ત્રણ નવા આંગણવાડી કેન્દ્રોના નિર્માણથી સ્થાનિક બાળકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે અને આંગણવાડીની કામગીરીને પણ વેગ મળશે.
આમ, સાધલી ગામમાં એકસાથે ત્રણ આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્તથી ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા
મળી હતી.









