વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખંભાળિયા હરિજનવાસ ફળિયામાં વાંસદા પોલીસે કાર્યવાહી કરી વરલી મટકાનો જુગાર રમતા અને રમાડતા જયંતીભાઈ અમૃતભાઈ સોલંકીને ઝડપી પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી બોલપેન, આંકડા લખેલી ત્રણ કાગળીઓ અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૯૩૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે વાંસદા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ ૧૨(અ) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાંસદા પોલીસની આ કાર્યવાહીથી જુગારની પ્રવૃત્તિ સામે પોલીસની સતર્કતા જોવા મળી છે.










