બક્ષીપંચ મોરચા વાંસદા મંડળના પ્રભારી તરીકે વિરલ વિનોદભાઈ સોલંકીની નિમણૂક

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

નવસારી જિલ્લા પ્રમુખ વિજયભાઈના સૂચન અને માર્ગદર્શન હેઠળ યુવા કાર્યકરને નવી જવાબદારી સોંપાઈ ! બક્ષીપંચ મોરચા નવસારી જિલ્લા પ્રમુખ આદરણીય વિજયભાઈના સૂચન અને માર્ગદર્શનથી યુવા, ઉત્સાહી અને કર્મઠ કાર્યકર શ્રી વિરલ વિનોદભાઈ સોલંકીની બક્ષીપંચ મોરચા વાંસદા મંડળના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકથી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

વિરલ વિનોદભાઈ સોલંકીને સોંપવામાં આવેલી આ નવી જવાબદારી સંગઠનને વધુ મજબૂત બનાવવા અને સમાજના વિવિધ વર્ગોના પ્રશ્નોને યોગ્ય મંચ પૂરું પાડવાની દિશામાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમની કાર્યદક્ષતા, સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને સેવાભાવના આધારે વાંસદા મંડળમાં બક્ષીપંચ મોરચાની કામગીરીને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સંગઠનમાં હોદ્દાની સાથે જવાબદારીનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. ત્યારે વિરલભાઈ સોલંકી પોતાની નવી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી સંગઠનના કાર્યકરોને સાથે રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવે અને સમાજના વિકાસ માટે સક્રિય યોગદાન આપે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

વિરલ વિનોદભાઈ સોલંકીની આ નિમણૂક બદલ તેમને હાર્દિક અભિનંદન પાઠવી તેમની નવી જવાબદારી સફળતાપૂર્વક પૂર્ણ થાય અને તેમના નેતૃત્વમાં સંગઠન પ્રગતિના નવા શિખરો સર કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો