*રાષ્ટ્રીય એકતાના રંગે રંગાયું દિયોદર સરદાર પટેલની 151મી જન્મજયંતિએ પોલીસ, NCC અને GRD જવાનોની ભવ્ય એકતા રેલી યોજાઈ…*


પ્રતિનિધિ, દિયોદર અહેવાલ કલ્પેશ બારોટ
વાવ થરાદ ના દિયોદર શહેરમાં દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે દિયોદર તાલુકા વહીવટી તંત્ર દ્વારા શાળા નંબર-૨ થી પોલીસ સ્ટેશન સુધી એક ભવ્ય અને પ્રભાવશાળી એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં સ્થાનિક પોલીસ કર્મચારીઓ, NCC કેડેટ્સ અને GRD જવાનોએ પૂર્ણ ઉત્સાહ અને શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો. રેલી દરમિયાન દેશભક્તિના નારાઓ સાથે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
રેલી દિયોદર પોલીસ સ્ટેશન ખાતે સંપન્ન થયા બાદ, ઉપસ્થિત તમામ જવાનો, અધિકારીઓ અને નગરજનો માટે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ (Live Telecast) દર્શાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મોટી સંખ્યામાં હાજર રહેલા નગરજનો અને વહીવટી સિબ્બંધીએ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવા માટેના સામૂહિક શપથ લીધા હતા.










