જામનગરના એમ.પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાંથી માદક પદાર્થના જથ્થા સાથે એક યુવક ઝડપાયો: વાંકાનેર ના સપ્લાયર નું નામ ખુલ્યું

જામનગરના એમ.પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાંથી માદક પદાર્થના જથ્થા સાથે એક યુવક ઝડપાયો: વાંકાનેર ના સપ્લાયર નું નામ ખુલ્યું

એન્ટી નાર્કોટિક્સ વિંગે બાતમીના આધારે સ્પેલેન્ડર મોટરસાયકલ પર જતા શખ્સને ઝડપી પાડ્યો, નશીલા પદાર્થનો જથ્થો મળ્યાની વિગતો

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા ૩૧, જામનગર શહેરના એમ.પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં નશીલા માદક પદાર્થના વેચાણ માટે આંટાફેરા કરી રહેલા એક યુવકને એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે ઝડપી પાડવા દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેની પાસેથી ૧.૩૨ લાખનો નશીલા પદાર્થ હેરોઈન કબજે કર્યું છે, જયારે આ જથ્થો સપ્લાય કરનાર વાંકાનેરના શખ્સને ફરારી જાહેર કરાયો છે.
આ અંગેની વિગતો મુજબ, તા. ૩૦ ઓક્ટોબરના રોજ એન્ટી નાર્કોટિક્સ વિંગના એ.એસ.આઈ. ગીરીરાજસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ પરેશસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, શાહરૂખ સલીમભાઈ વાંઢા નામનો શખ્સ પોતાની સિલ્વર કલરની હીરો સ્પેલેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર જીજે-૧૦-સીએચ-૮૯૯૪ પર માદક પદાર્થનો પાવડર રાખીને એમ.પી. શાહ ઉદ્યોગનગર વિસ્તારમાં વેચાણના ઇરાદે આંટાફેરા કરી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. પટેલની રાહબરી હેઠળ બે સરકારી પંચોની હાજરીમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની ટીમ બોલેરો વાહન તથા ખાનગી મોટરસાયકલ સાથે બાતમીવાળી જગ્યાએ પહોંચી હતી. બપોરે ૨:૪૬ વાગ્યાના અરસામાં બાતમીવર્ણનવાળો શખ્સ મોટરસાયકલ લઈને નીકળતાં જ પોલીસે તેને કોર્ડન કરીને અટકાવ્યો હતો.
ઝડપાયેલા શખ્સનું નામ શાહરૂખ સલીમભાઈ વાંઢા (ઉંમર ૨૮), ધંધો ગેરેજ, રહે. ધરાનગર, એમ.પી. શાહ ઉદ્યોગનગર, સંત કબીર આવાસ, બ્લોક નંબર બી, રૂમ નંબર ૨૧૧, જામનગર હોવાનું ખુલ્યું હતું.
પોલીસ ટીમે તેની પાસેથી માદક પદાર્થ બ્રાઉન હેરોઈન ૬.૬૩ ગ્રામ કે જેની કુલ કિંમત ૧,૩૨,૬૦૦ રૂપિયા થાય છે તે ઉપરાંત એક મોબાઇલ ફોન અને એક મોટો સાઇકલ સામગ્રી કબજે કરી હતી પોલીસની પૂછપરછ દરમિયાન તેને આ જથ્થો મોરબી જિલ્લાના વાંકાનેર ના રહેવાસી હાર્દિક નામના શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાનું જાણવા મળ્યું હતું તેથી પોલીસ ટીમે હાર્દિકને ફરારી જાહેર કરી તેની શોધ ખોળ હાથ ધરી છે, અને તપાસનો દોર વાંકાનેર સુધી લંબાવ્યો છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો