અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

મોડાસાની ઉમિયા ભોજનવાડી ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન યુવા સંગઠન દ્વારા રક્તદાન કાર્યક્રમનું આયોજન

મોડાસા | અરવલ્લી

સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન યુવા સંગઠન દ્વારા મોડાસાની ઉમિયા ભોજનવાડી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો.રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રક્તદાન અંગે જનજાગૃતિ ફેલાવવાનો અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે માટે સમાજમાં સેવાભાવને પ્રોત્સાહન આપવાનો છે.

અરવલ્લી જિલ્લામાં મોડાસા ઉપરાંત ધનસુરા અને બાયડ ખાતે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન જેવા સેવાકાર્ય દ્વારા રાષ્ટ્રીય એકતા અને માનવસેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.રક્તદાન એ મહાદાન છે અને એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું રક્તદાન જરૂરિયાતમંદ વ્યક્તિ માટે જીવનદાયી બની શકે છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સાથે સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરી સમાજમાં માનવતા અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો