તારીખ ૩૧/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કોંગ્રેસ પરિવાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ. શ્રીમતી ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ તેમજ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય સ્વાભિમાનના પ્રતીક લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આજરોજ તા.૩૧/૧૦/૨૦૨૬, શનિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કોંગ્રેસ હાઉસ, સરદાર ભવન, કાલોલ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનોએ સ્વ. ઇન્દિરા ગાંધી તથા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, રાષ્ટ્રસેવા, દેશની એકતા અને અખંડિતતા જાળવવામાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
કાર્યક્રમમાં કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર, કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પિયુષભાઈ પરમાર, કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ગજેન્દ્રસિંહ ઠાકોર, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ નરવતસિંહ પરમાર, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના બક્ષીપંચ સેલના ચેરમેન નસીબદાર રાઠોડ, કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શુભાંગસિંહ ઠાકોર અને કેશવસિંહ સોલંકી તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના મહામંત્રી લક્ષ્મણસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.











