વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
શિક્ષણ,સિંચાઈ અને પશુપાલન ક્ષેત્રે કચ્છમાં વિકાસના નવા આયામોથી જનતા સીધી લાભાન્વિત થઈ રહી છે, રાજ્યમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા.
કચ્છના સરહદી વિસ્તારોમાં આગામી સમયમાં રેલવે સુવિધા અને નર્મદાના નીર ઘર આંગણે મળતા વિકાસની ક્રાંતિ જોવા મળશે – સાંસદ વિનોદભાઈ ચાવડા.
ભુજ,તા-૩૧ ઓક્ટોબર : દયાપર ખાતે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ગરિમામય ઉપસ્થિતિમાં દયાપર ખાતે નાના વેપારીઓની સ્વરોજગારી માટે 40 દુકાનોના ગ્રામ હાટ તથા દુધ કલેક્શન સેન્ટરનું લોકાર્પણ તેમજ પ્રાથમિક કુમાર શાળાનું ભૂમિ પૂજન કરાયું હતું.આ પ્રસંગે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કચ્છનો સર્વસમાવેશી વિકાસ કરવા રાજ્યસરકાર કટીબદ્ધ છે. આજ દિશામાં કાર્યરત રાજ્યસરકાર ટૂંકસમયમાં કચ્છમાં રહેલી શિક્ષકોની ઘટને દૂર કરવા કટીબદ્ધ છે. તેમણે આ પ્રસંગે
જિલ્લાના પાણી, સિંચાઈ, રસ્તા અને શિક્ષણ જેવા ભૌગોલિક પ્રશ્નોના નિરાકરણ પર વિશેષ ભાર મૂક્યો હતો.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂતો અને પશુપાલકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ થકી સીધી સહાય ખાતામાં જમા થઈ રહી છે. આ પારદર્શિતા થકી લાભાર્થીને તેનો ખરા અર્થ લાભ મળી રહ્યો છે.આગામી દિવસોમાં કચ્છને દેશ અને દુનિયામાં અગ્રેસર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.સાંસદ વિનોદભાઈ ચાવડાએ સરદાર પટેલની જન્મ જયંતી એ તેમને નમન કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતૃત્વમાં કચ્છના સરહદી વિસ્તારોમાં વિકાસની ક્રાંતિ આવી છે, જેમાં સરહદ ડેરી પશુપાલકો અને ખેડૂતો માટે ઘર આંગણે રોજગારીનું મોટું માધ્યમ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિઝનથી કચ્છ આજે દેશ-દુનિયા માટે વિકાસનું મોડેલ બન્યું છે,આગામી વર્ષમાં આ વિસ્તારને જોડતી રેલવે સર્કિટ શરૂ થવાથી રેલવે સુવિધા ઉપલબ્ધ થશે અને રોડ-રસ્તાની કનેક્ટિવિટી પણ મજબૂત બનશે.ટૂંક સમયમાં જ નર્મદાના નીર છેવાડાના વિસ્તારો સુધી પહોંચતા આ વિસ્તાર હરિયાળો બનવા સાથે વિકાસને વધુ વેગ મળશે.
આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશન તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કચ્છનો અકલ્પનીય, સર્વત્ર વિકાસ થયો છે.રોડ,શિક્ષણ, ધાર્મિક તેમજ પ્રવાસ સ્થળોનો વિકાસ,આરોગ્ય, ઉદ્યોગ તેમજ ખેતી સહિતના વિવિધ ક્ષેત્રમાં વિકાસ કરતું કચ્છ આજે અગ્રેસર બન્યું છે. તેમણે આ પ્રસંગે ખેડૂતોને પશુપાલન સાથે પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરીને વિકસિત ભારતના સ્વપ્નમાં સહયોગ ઉપસ્થિત નાગરિકોને અપીલ કરી હતી.
કાર્યક્રમમાં પશુપાલકો તેમજ દૂધ ઉત્પાદક મંડળીના સભ્યોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રભાબેન હુણ, સરપંચ દયાબેન પટેલ, સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ, આગેવાનઓ હિતેશ ખંડોલ,હસમુખ પટેલ, ગણપત રાજગોર,હાજી સુલેમાન,મોડ જાફર સુમરા,વિક્રમસિંહ સોઢા, નીતિન પટેલ,જેતમાલજી જાડેજા સહિત મોટી સંખ્યામાં પશુપાલકો, વેપારીઓ,સરહદ ડેરીના ડાયરેક્ટરો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન જયેશદાન ગઢવીએ કર્યું હતું.












