મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ૩૫૦થી વધુ કોમળ વયના ગરીબ બાળકોને દિવાળીના તહેવાર નિમિત્તે નવાં કપડાંનું નિઃશુલ્ક વિતરણ

મોરબી, તા. ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ દિવાળીના પવિત્ર અને આનંદમય પર્વ નિમિત્તે કાલે ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ એ મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા એક સેવાભાવી પહેલના ભાગરૂપે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ૩૫૦થી વધુ જરૂરિયાતમંદ બાળકોને નવાં કપડાંનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવાળીનો તહેવાર એટલે ખુશીઓ, ઉમંગ અને નવી આશાઓનો પર્વ. સામાન્ય રીતે આપણે સૌ દિવાળી પહેલાં ઘરની સાફ-સફાઈ કરીએ છીએ અને ઘરમાંથી નીકળતાં ઉપયોગમાં ન હોય તેવાં કપડાં જરૂરિયાતમંદ લોકોને આપીએ છીએ. આ પણ એક સારી અને સરાહનીય સેવા છે. પરંતુ જ્યારે કોઈ બાળકના હાથમાં નવું કપડું આવે છે, ત્યારે તેના ચહેરા પર જે ખુશી જોવા મળે છે, આંખોમાં જે ચમક આવે છે અને હોઠો પર જે નિર્દોષ સ્મિત છવાઈ જાય છે, તે ખરેખર અમૂલ્ય હોય છે. નવાં કપડાં જોઈને બાળકોના ચહેરા ખીલી ઊઠ્યા હતા. તેમની ખુશી અને ઉત્સાહ જોઈને ત્યાં ઉપસ્થિત સૌ કોઈ ભાવવિભોર થઈ ગયા હતા.
મુસ્કાન વેલફેર સોસાયટી પોતાને ખૂબ જ સૌભાગ્યશાળી માને છે કે ઈશ્વરે આટલાં બધાં નિર્દોષ બાળકોના ચહેરા પર ખુશી લાવવાનું અને તેમની દિવાળીને વધુ આનંદમય બનાવવાનું નિમિત્ત બનવાની તક આપી. સોસાયટી માને છે કે સેવા કરવાની પ્રેરણા પણ ઈશ્વર તરફથી જ મળે છે અને જ્યારે ઈશ્વર આપણને કોઈ જરૂરિયાતમંદના જીવનમાં ખુશી લાવવાનું માધ્યમ બનાવે છે, ત્યારે તે આપણા માટે સૌથી મોટું સૌભાગ્ય છે.
સોસાયટીનો હંમેશાં એવો પ્રયાસ રહ્યો છે કે તહેવારોની ખુશીઓ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે અને કોઈપણ બાળક માત્ર આર્થિક પરિસ્થિતિના કારણે તહેવારની ખુશીઓથી વંચિત ન રહે. બાળકોના ચહેરા પરનું નિર્દોષ સ્મિત જ આ સેવાકાર્યની સાચી સફળતા અને સોસાયટી માટે સૌથી મોટો સંતોષ છે.

આ સેવાકાર્યને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનો મુસ્કાન વેલફેર સોસાયટી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. આપ સૌના સહયોગ, વિશ્વાસ અને સેવાભાવનાના કારણે જ આવા સેવાકાર્યો શક્ય બને છે. ભવિષ્યમાં પણ સમાજના જરૂરિયાતમંદ લોકોની સેવા માટે આપનો આવો જ સહયોગ મળતો રહે તેવી અભિલાષા છે.
આવો, આપણે સૌ સાથે મળીને સેવાની આ સફરમાં સહભાગી બનીએ અને જરૂરિયાતમંદોના જીવનમાં ખુશીઓની મુસ્કાન ફેલાવીએ.
સેવાકાર્યોમાં દાન અથવા સહયોગ આપવા ઇચ્છતા દાતાશ્રીઓ સંપર્ક કરી શકે છે:મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી સંપર્ક નંબર: **9016976955 ઈશ્વરે આપણને કોઈના ચહેરા પર સ્મિત લાવવાનું નિમિત્ત બનાવ્યા, એ જ આપણા માટે સૌથી મોટું સૌભાગ્ય છે.












