ખાનગી શાળા ધો.પાંચમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓને એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ માં પ્રવેશનો લાભ આપવા રજૂઆત.

તારીખ ૦૧/૧૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાત રાજ્યની ખાતગી શાળાઓમાં અભ્યાસ કરતા આદિવાસી (ST) કેટેગરીના બાળકોને એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ માં પ્રવેશ નો લાભ મળે તે માટે દિનેશ બારીઆ દ્રારા સરકારમાં લેખીત રજૂઆત કરી માંગણી કરવામાં આવી છે અને જણાવ્યું છે કે,ધોરણ ૫ ( પાંચ) માં ભણતા વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ એન્ટરન્સ ટેસ્ટ (CET) – ૨૦૨૭ ના ફોર્મ ભરવા માટેની જાહેરાત આપવામાં આવી છે. જેમાં સ્વનિર્ભર અથવા ખાનગી શાળાઓમાં ભણતા ST કેટેગરીના વિદ્યાર્થીઓને ફક્ત રક્ષા શક્તિ સ્કૂલમાં (25% બેઠકોમાં) પ્રવેશ આપવાનું જણાવાયું છે.જ્યારે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ, એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કુલ અને સૈનિક શાળામાં પ્રવેશ મેળવવાના લાભથી વંચિત રાખવામાં આવ્યા છે જે બાબતે સુઘારો કરવાની માંગણી કરવામાં આવી છે કે ગુજરાત માં આદિવાસીઓના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવાની સરકારની યોજનાઓ નો લાભ તમામ આદિવાસી બાળકોને મળવો જોઈએ.આદિવાસી (ST) લોકો પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવતા હોય તો તે વાલીઓનો શોખ નથી, કોઈ મજબૂરી પણ હોઈ શકે. ઘણા આદિવાસી લોકો, નાના- મોટા કર્મચારીઓ, દુકાનદારો, મજૂરો બહાર નાના મોટા શહેરોમાં કામ, ધંધા, મજૂરી, રોજગારી વગેરે માટે રહેતા હોય તેઓ બાળકોને કોઇ કારણસર ખાનગી શાળાઓમાં ભણાવતા હોય તો તેમના બાળકોને એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કુલ માં પ્રવેશ થી વંચિત રાખવા એ યોગ્ય નથી. આવા બાળકોને પણ સરકારની આ શૈક્ષણિક યોજનાઓનો સંપૂર્ણ લાભ મળવો જોઈએ.હાલ ચાલુ શૈક્ષણિક વર્ષ (૨૦૨૬-૨૭ ) માં ધોરણ ૫ (પાંચ)માં ખાનગી શાળામાં ભણતા ST (આદિવાસી) બાળકોને એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કુલ (EMRS) માં પ્રવેશ મેળવવાનો લાભ ફરજિયાત આપવો જોઈએ તેવી રજૂઆત કરી છે.આવા બાળકોને સરકાર દ્વારા એકલવ્ય મોડલ રેસિડેન્સીયલ સ્કૂલ (EMRS) માં પ્રવેશ મેળવવાનો લાભ આપવામાં આવશે તો સમગ્ર આદિવાસી લોકો સરકારના આ નિર્ણયથી ખુશ થશે, આવકારશે અને સાચા અર્થમાં આદિવાસી લોકોના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે સરકારનો શુભ અભિગમ છે તે માનશે અને સ્વિકારશે તેવુ પણ તેમણે અરજીમાં જણાવ્યું છે.આ બાબતે દિનેશ બારીઆ એ વાત ચિતમાં કહ્યું છે કે એકલવ્ય મોડલ રેસિડેન્સીયલ (EMRS) સ્કૂલોએ માત્ર ST (આદિવાસી) કેટેગરી ના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ અને સગવડ ભર્યું શિક્ષણ આપવા માટે બનાવેલી હોય અને તેમાં આદિવાસી લોકો પોતાના બાળકોને ભણાવવા ઇચ્છુક અને આશાવાદી હોય છે ત્યારે આવા સમગ્ર આદિવાસી લોકોની લાગણીને માન આપી તેમના બાળકોના હિતને ધ્યાનમાં રાખી સરકાર સકારાત્મક નિર્ણય કરે અને સમગ્ર આદિવાસી બોળકોને લાભ મળે તે માટે સરકારમાં તથા આદિજાતિ વિકાસ વિભાગના મંત્રીશ્રી, કમિશ્નર શ્રી તથા રાજ્ય પરીક્ષા બોર્ડ માં ઈમેલ તથા ટપાલ દ્રારા રજૂઆત કરી છે તેમ જણાવ્યું છે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં ચોરી અને ઘરફોડના ૬૦ થી વધુ ગુન્હામાં સંડોવાયેલ અને ૦૯ થી વધુ ગુન્હામાં વોન્ટેડ રીઢા આરોપીને ધોળકાથી ઝડપી પાડી બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી અને સુરત,કાલોલ(પંચમહાલ) તથા આણંદ જીલ્લામાં થયેલ વાહન ચોરીના અનડીટેકટ ગુન્હાઓને ડીટેક્ટ કરતી મહીસાગર એલ.સી.બી 

Horoscope

Weather

વધુ વાંચો

ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં ચોરી અને ઘરફોડના ૬૦ થી વધુ ગુન્હામાં સંડોવાયેલ અને ૦૯ થી વધુ ગુન્હામાં વોન્ટેડ રીઢા આરોપીને ધોળકાથી ઝડપી પાડી બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી અને સુરત,કાલોલ(પંચમહાલ) તથા આણંદ જીલ્લામાં થયેલ વાહન ચોરીના અનડીટેકટ ગુન્હાઓને ડીટેક્ટ કરતી મહીસાગર એલ.સી.બી 

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો