કાલોલ નગરમાં તિરંગા સર્કલથી MGS હાઈસ્કૂલ સુધી ભવ્ય એકતા રેલી યોજાઈ, PM મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું.

તારીખ ૦૧/૧૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ નગરપાલિકા દ્વારા આયોજીત રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત તિરંગા સર્કલથી MGS હાઈસ્કૂલ સુધી ભવ્ય એકતા રેલી યોજાઈ હતી.

ગતરોજ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત આજે કાલોલમાં આ ભવ્ય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંદેશ સાથે યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકોનું એકત્રીકરણ કરી રાષ્ટ્રીય એકતા, ભાઈચારો અને દેશપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો જ્યાં સાંજે 6 કલાકે એકતા રેલી તિરંગા સર્કલથી પ્રસ્થાન કરી એમ.જી.એસ. હાઈસ્કૂલ ખાતે આવી પહોંચી હતી, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતેથી યોજાયેલી એકતા પરેડ તથા અન્ય કાર્યક્રમો અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ નગરજનોએ નિહાળ્યું હતું.આ એકતા રેલીમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પટેલ, કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ‌,નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા અને ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, કારોબારી સમિતિના ચેરમેન જ્યોત્સનાબેન બેલદાર, પક્ષના નેતા હરિકૃષ્ણભાઈ પટેલ સહિત નગરપાલિકાના સદસ્યો, કર્મચારીઓ, નગરના નાગરિકો તથા મોટી સંખ્યામાં યુવાનો સહભાગી થયા હતા.સમગ્ર કાર્યક્રમ દરમિયાન “એક ભારત, શ્રેષ્ઠ ભારત” અને “એકતામાં જ શક્તિ છે” ના નારાઓથી વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં ચોરી અને ઘરફોડના ૬૦ થી વધુ ગુન્હામાં સંડોવાયેલ અને ૦૯ થી વધુ ગુન્હામાં વોન્ટેડ રીઢા આરોપીને ધોળકાથી ઝડપી પાડી બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી અને સુરત,કાલોલ(પંચમહાલ) તથા આણંદ જીલ્લામાં થયેલ વાહન ચોરીના અનડીટેકટ ગુન્હાઓને ડીટેક્ટ કરતી મહીસાગર એલ.સી.બી 

Horoscope

Weather

વધુ વાંચો

ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં ચોરી અને ઘરફોડના ૬૦ થી વધુ ગુન્હામાં સંડોવાયેલ અને ૦૯ થી વધુ ગુન્હામાં વોન્ટેડ રીઢા આરોપીને ધોળકાથી ઝડપી પાડી બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી અને સુરત,કાલોલ(પંચમહાલ) તથા આણંદ જીલ્લામાં થયેલ વાહન ચોરીના અનડીટેકટ ગુન્હાઓને ડીટેક્ટ કરતી મહીસાગર એલ.સી.બી 

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો