વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : આગામી ગિરનાર પરિક્રમા-૨૦૨૬ને ધ્યાને રાખી ભવનાથ વિસ્તારમાં ખાણી-પીણી અને વિવિધ વસ્તુઓના વેચાણ માટેના હંગામી ખુલ્લા પ્લોટની જાહેર હરરાજી આગામી તા. ૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યોજાશે.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જારી કરાયેલી યાદી મુજબ, હરરાજી ભવનાથ ઝોનલ કચેરી ખાતે યોજાશે. હરરાજીમાં ભાગ લેવા ઇચ્છતા વેપારીઓએ સ્થળ પર જ નિયત ડિપોઝિટ જમા કરાવવાની રહેશે, ત્યારબાદ જ બોલીમાં ભાગ લઈ શકાશે. અંતિમ બોલી બોલનારે મંજૂર થયેલી રકમ પણ સ્થળ પર જ તાત્કાલિક જમા કરાવવાની રહેશે. હરરાજીના નિયમો અને શરતો સ્થળ પર વાંચી સંભળાવવામાં આવશે. વધુ વિગતો માટે મહાનગરપાલિકા કચેરીની રેવન્યુ ટેક્સ શાખા (રૂમ નં. ૨૦૪, બીજો માળ)નો સંપર્ક કરવાનો રહેશે.






