MORBI:સાબરમતી સહિત રાજ્યભરની જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકી: મોરબી સબજેલમાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.

MORBI:સાબરમતી સહિત રાજ્યભરની જેલોને બોમ્બથી ઉડાવવાની ધમકી: મોરબી સબજેલમાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

રાજ્યની ડીજીપી કચેરીને અમદાવાદની સાબરમતી જેલ સહિત રાજ્યભરની તમામ જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યા બાદ, ગૃહવિભાગના આદેશાનુસાર મોરબી સબજેલ ખાતે પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, લાંબી તપાસના અંતે કશું જ વાંધાજનક ન મળી આવતા પોલીસ અને જેલ તંત્રએ હાશકારો અનુભવ્યો છે.

​પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગર સ્થિત ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) કચેરીના સત્તાવાર ઈ-મેઈલ એડ્રેસ પર અમદાવાદ, વડોદરા, રાજકોટ, મોરબી અને સુરત સહિતની જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ગંભીર ધમકીભર્યા મેલની જાણ થતાં જ રાજ્ય પોલીસ વડાની કચેરી દ્વારા મોરબી સહિત તમામ જિલ્લાના પોલીસ વડાઓ અને જેલ અધિક્ષકોને તાત્કાલિક અસરથી હાઈ-ઍલર્ટ પર રહેવા અને સલામતીના ભાગરૂપે કડક તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા હતા.ઉચ્ચ કચેરીના આદેશો મળતાની સાથે જ મોરબીમાં તંત્ર હરકતમાં આવ્યું હતું. મોરબી સબજેલ ખાતે એલસીબી (LCB), એસઓજી (SOG) અને ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમો દ્વારા જેલના તમામ વિભાગોમાં જીણવટભરી અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા જેલના પ્રત્યેક ખૂણાની કડક ચકાસણી કરવામાં આવી હતી. જો કે, આ સઘન ચેકિંગ દરમિયાન જેલમાંથી કોઈપણ પ્રકારની વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. તપાસ પૂર્ણ થયા બાદ પોલીસે આ અંગે સત્તાવાર રીતે પુષ્ટિ કરતા સ્થાનિક પોલીસ અને જેલ સત્તાવાળાઓએ ભારે રાહત અનુભવી હતી.

60
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો