કાલોલમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની કેદ: ચેક બાઉન્સ કેસમાં કોર્ટનો સખત ચુકાદો, 13.76 લાખ વળતર ચૂકવવા હુકમ.

તારીખ ૦૩/૧૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલતા ચેક રિટર્ન કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.

ફરિયાદી ભેરારામ બાબુભાઈ મારવાડી, રહે. દ્વારકેશનગર સોસા., કાલોલ એ આરોપી ઈરફાન ઐયુબ ઓચુ, રહે. મુસ્લિમ સોસાયટી, ગોધરા સામે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ મુજબ, ફરિયાદીના દેલોલ ખાતે આવેલ ચામુંડા પેટ્રોલિયમ પંપ પરથી આરોપી ટ્રકોમાં ઉધાર ડીઝલ ભરાવતો હતો. જેનું બાકી લેણું રૂ. 9,17,430 થયું હતું. જે પેટે આરોપીએ બેંક ઓફ બરોડા, વહોરવાડ શાખાનો ચેક નં. 000019 આપ્યો હતો, જે “અપૂરતા ભંડોળ” ના કારણે રિટર્ન થયો હતો. નોટિસ આપવા છતાં રકમ ન ચૂકવતા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.આ કેસમાં ફરિયાદી તરફે વિદ્વાન વકીલ પી.પી. સોલંકી રોકાયા હતા. જ્યાં બંને પક્ષોની દલીલો સાંભળી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી સુદેશ ગીલ સાહેબે આરોપી ઈરફાન ઐયુબ ઓચુ ને તકસીરવાન ઠરાવી 1 વર્ષની સાદી કેદ ની સજા અને ચેકની રકમના દોઢા ગણા રૂ. 13,76,145/- વળતર પેટે ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો છે. આરોપી હાજર ન હોવાથી તેની સામે સજા વોરંટ કાઢવાનો હુકમ કરાયો છે.

60
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો