વિભાગીય સંશોધન કેન્દ્ર,ભચાઉ દ્વારા નર્મદા નહેર કમાન્ડ વિસ્તારના ૬૦ ખેડૂતોને રવિ પાક નિદર્શન કિટનું વિતરણ કરાયું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ,તા-૦૪ નવેમ્બર : વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ અંતર્ગત અમલમાં રહેલી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ યોજના હેઠળ કચ્છ જિલ્લાના નર્મદા નહેર કમાન્ડ વિસ્તારમાં આવતા વિવિધ ગામોના ૬૦ ખેડૂતોને રવિ પાક નિદર્શન માટે કૃષિ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો હેતુ ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અને પ્રાકૃતિક કૃષિના અભિગમ સાથે જોડીને રવિ પાકોના ઉત્પાદનમાં વધારો કરવા પ્રોત્સાહિત કરવાનો છે.આ નિદર્શન કિટનું વિતરણ સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રો.આર.એસ. ચંડેલ તથા વિભાગીય સંશોધન કેન્દ્ર,ભચાઉના વડા અને સહ-સંશોધન વૈજ્ઞાનિક ડૉ.આર.એમ. જાડેજાના પ્રાકૃતિક કૃષિના અભિગમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ખેડૂતોને આપવામાં આવેલી કિટમાં વિવિધ રવિ પાકોના બિયારણ તેમજ પાકના વૈજ્ઞાનિક ઉત્પાદન માટે જરૂરી ખેતી સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં જીરું, રાયડો, રજકો અને ઘઉંના બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત NPK બેક્ટેરિયા, ટ્રાઇકોડર્મા, બ્યુવેરિયા બેસિયાના જેવા વિવિધ જૈવિક કૃષિ ઇનપુટ્સ, હાઇડ્રોજેલ, જીવામૃત કિટ તથા વર્મીકમ્પોસ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંકલિત ખેતીના નિદર્શનમાં કિચન ગાર્ડનિંગ કિટ, મિનરલ મિક્સ્ચર, દાડમ, સરગવો અને ડ્રેગન ફ્રૂટ જેવા ફળપાકના રોપાઓ, ગાજરનું બિયારણ તેમજ યલો સ્ટીકી ટ્રેપનું પણ નિદર્શનમાં વિતરણ કરવામાં આવ્યું હતું.આ કિટ વિતરણ કાર્યક્રમમાં મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ.યોગેશ રાઠવા તથા સિનિયર રિસર્ચ ફેલો રાજ પરવાડીયા સહભાગી રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને કિટમાં સમાવિષ્ટ વિવિધ સામગ્રીના ઉપયોગ, તેના યોગ્ય પ્રમાણ, ઉપયોગ કરવાની પદ્ધતિ તથા પાકના ઉત્પાદન દરમિયાન રાખવાની જરૂરી તકેદારીઓ અંગે સ્થળ પર જ વિસ્તૃત અને વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ ઉપરાંત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને તેના વિવિધ આયામો અંગે માહિતી આપવામાં આવી હતી. ખેતીમાં સ્થાનિક સંસાધનો તથા જૈવિક ઇનપુટ્સનો યોગ્ય ઉપયોગ કરીને ખેતી ખર્ચ ઘટાડવા, જમીનની ફળદ્રુપતા જાળવવા અને જમીનનું આરોગ્ય સુધારવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમના ભાગરૂપે ખેડૂતોને વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ ખાતે કાર્યરત વિવિધ એકમોની મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ, બાયોગેસ યુનિટ અને પ્રાકૃતિક ખેતી યુનિટ ની મુલાકાત દરમિયાન આ એકમોની કામગીરી, ઉપયોગિતા તથા ખેડૂતો માટે ઉપલબ્ધ સંભાવનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.આ નિદર્શન કિટ વિતરણનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી સંશોધન આધારિત વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓથી અવગત કરાવી, ગુણવત્તાયુક્ત બિયારણ અને જરૂરી કૃષિ ઇનપુટ્સનો યોગ્ય ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો છે. આ પહેલ દ્વારા રવિ પાકોમાં વધુ ઉત્પાદન મેળવવા, ખેતી ખર્ચ ઘટાડવા, જમીનનું સ્વાસ્થ્ય જાળવવા તથા ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન અને સહાય મળી રહેશે.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

મોટા વરાછાનું શાકભાજી-ફ્રૂટ માર્કેટ બંધ, રોડ પર ટ્રાફિકનો ત્રાસ યથાવત્! કોર્પોરેટર ચંદ્રિકાબેન અસોદરિયાની રજૂઆત છતાં કાર્યવાહી કેમ નહીં? બંધ માર્કેટ પાછળ ‘કોઈ બીજો’ ખેલ કે તંત્રની બેદરકારી?

Horoscope

Weather

વધુ વાંચો

મોટા વરાછાનું શાકભાજી-ફ્રૂટ માર્કેટ બંધ, રોડ પર ટ્રાફિકનો ત્રાસ યથાવત્! કોર્પોરેટર ચંદ્રિકાબેન અસોદરિયાની રજૂઆત છતાં કાર્યવાહી કેમ નહીં? બંધ માર્કેટ પાછળ ‘કોઈ બીજો’ ખેલ કે તંત્રની બેદરકારી?

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો