MORBI:મોરબીના સાજન ઝાલરીયાએ GPSCમાં મેળવી સફળતા, GST ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી

મોરબીના વતની સાજન જીતેન્દ્રભાઈ ઝાલરીયાએ દ્રઢ મનોબળ, સખત મહેનત અને યોગ્ય દિશામાં કરેલા પ્રયાસોના બળે સફળતાનું શિખર સર કર્યું

દ્રઢ મનોબળ, સખત મહેનત અને યોગ્ય દિશામાં કરેલા પ્રયાસો વ્યક્તિને સફળતાના શિખર સુધી પહોંચાડી શકે છે, આ વાત મોરબીના વતની સાજન જીતેન્દ્રભાઈ( પ્રીતમ ડિજિટલ સ્ટુડિયો) ઝાલરીયાએ સાર્થક કરી બતાવી છે. મૂળ નસીતપર ગામના વતની અને હાલ મોરબી રહેતા જોડાયેલા સાજન ઝાલરીયાએ તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં GST ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી મેળવી છે.
તેમની આ સિદ્ધિથી પરિવારજનો, મિત્રો અને નસીતપર ગામ સહિત મોરબી પંથકમાં આનંદની લાગણી પ્રસરી છે. તેમની સફળતા યુવાનો માટે પ્રેરણારૂપ બની છે. સતત મહેનત, ધીરજ અને લક્ષ્ય પ્રત્યેની નિષ્ઠા રાખવામાં આવે તો સફળતા અવશ્ય મળે છે, તેનું સાજન ઝાલરીયાએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સાજન ઝાલરીયાની આ સિદ્ધિ બદલ પરિવારજનો, સ્નેહીજનો અને શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ત્યારે વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી ખૂબ શુભેચ્છાઓ











